• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 4 New Cases Were Reported In Mehsana District Today, 8 Patients Are Under Treatment, After A Long Time Not A Single Case Of Corona

સ્વાઈન ફ્લૂ અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા, 8 દર્દીઓ સારવાર હેઠળ, લાંબા સમય બાદ કોરોનાનો એકપણ કેસ નહીં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલ કોરોનાના 22 દર્દીઓ સારવાર હેઠળ

મહેસાણા જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલમાં 22 દર્દીઓ કોરોનાના સારવાર હેઠળ છે.ત્યારે બીજી બાજુ સ્વાઈન ફ્લૂના સતત કેસ મહેસાણામાં વધી રહ્યા છે ત્યારે જિલ્લાના અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના 71 દર્દી ઝપેટમાં આવી ચુક્યા છે.

મહેસાણા જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન કોરોના સંક્રમણે પિક પકડી હતી ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યારે બીજી બાજુ મહેસાણા જિલ્લામાં સ્વાઈન ફ્લૂના કેસ પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે સ્વાઇન ફ્લૂના નવા 4 કેસ સામે આવ્યા છે.

જિલ્લામાં આજે સ્વાઈન ફ્લૂના નવા 5 સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે.ત્યારે હાલના 8 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અત્યાર સુધીમાં 71 દર્દીઓ સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવી ચુક્યા છે ત્યારે 61 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે ત્યારે સુધીમાં 2 દર્દીઓના મોત પણ નિપજી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...