રોગચાળો:મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફ્લુના વધુ 4 કેસ નોંધાયા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના 43 કેસ, 54 દર્દી સાજા થતાં એક્ટિવ કેસ 323

મહેસાણા જિલ્લામાં શનિવારે સ્વાઇન ફ્લુના 7 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 4નો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કુલ દર્દીની સંખ્યા 4એ પહોંચી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 15 લોકો સ્વાઇન ફ્લુની ચપેટમાં આવી ચૂક્યા છે. જે પૈકી 11 સ્વસ્થ થયા છે.

જ્યારે જિલ્લામાં શનિવારે કોરોનાના 43 કેસ સામે આવ્યા હતા. જેમાં 8 શહેરી અને 35 ગ્રામ્ય વિસ્તારના હતા. જેમાં સૌથી વધુ 11 કેસ વિજાપુરના હતા. મહેસાણામાં 9, વિસનગર- કડીમાં 5-5, વડનગરમાં 4, જોટાણા- ઊંઝામાં 3-3, બહુચરાજીમાં 2 અને ખેરાલુમાં 1 કેસ નોંધાયો હતો. બીજી બાજુ 54 સંક્રમિતો સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 323 થઇ છે. આરોગ્ય વિભાગે લીધેલા 1521 સેમ્પલનો રિપોર્ટ આજે આવશે.

અન્ય સમાચારો પણ છે...