તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નસરા:આજથી 3 દિવસમાં લગ્નના 4 મુહૂર્ત, તે પછી 2021ની 17 એપ્રિલ બાદ શરણાઇઓ ગૂંજશે

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધનારક કમુરતા, ગુરૂ-શુક્ર ગ્રહના અસ્તને લઇ 2021ના પ્રથમ સાડા 3 મહિના મુહૂર્ત નથી

આજથી તા.10 ડિસેમ્બર સુધી લગ્નના 4 મુહૂર્ત બાકી રહ્યા છે. ચાલુ વર્ષના છેલ્લા 4 શુભ મુહૂર્ત બાદ આગામી 4 મહિના સુધી લગ્નનું એકપણ શુભ મુહૂર્ત ન હોઇ લગ્નની સિઝન વિરામ લેશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, ધનારક કમુરતા, ગુરૂ અને શુક્ર ગ્રહના અસ્તની સ્થિતિને લઇ 2021ના પ્રથમ સાડા ત્રણ મહિના લગ્નના મુહૂર્ત નહીં રહે. એટલે કે, આગામી તા.17 એપ્રિલ 2021 બાદ લગ્નની શરણાઇની ગૂંજ સાંભળાશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ, ચાલુ વર્ષના લગ્નના છેલ્લા 4 મુહૂર્ત તા.7 થી 10 ડિસેમ્બર સુધી જ રહેશે. ત્યાર બાદ આગામી તા.17 એપ્રિલ સુધી એક પણ શુભ મુહૂર્ત ન હોઇ લગ્નસરાની સિઝનને લગભગ 4 મહિનાનો વિરામ લાગશે. આગામી તા. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી સૂર્ય ધન રાશિમાં રહેતાં ધનારક કમુરતા રહેશે. જેને લઇ દર વર્ષે ધનારક કમુરતામાં લગ્ન લેવાતા નથી. ત્યાર બાદ વર્ષ 2021 ની તા.19 જાન્યુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી ગુરૂ ગ્રહ અસ્તનો રહેશે.

એટલુ જ નહીં પણ ગુરૂ ગ્રહનો જેવો ઉદય થશે તે જ દિવસે એટલે કે, 16 ફેબ્રુઆરીથી 17 એપ્રિલ સુધી શુક્ર ગ્રહ અસ્તનો રહેશે. ગુરૂ અને શુક્ર આ બંને ગ્રહો લગ્ન જીવન માટે ખુબજ મહત્વ પૂર્ણ હોય છે. તેમના અસ્ત સમયે લગ્ન લઇ શકાતા નથી. જેને લઇ નવા વર્ષના પ્રથમ સાડા ત્રણ મહિના લગ્નની શરણાઇઓ ગુંજી શકશે નહી.

લગ્ન આધારીત વ્યવસાયકારોને પડતા પર પાટુ
લગ્ન પ્રસંગ આધારીત પાર્ટીપ્લોટ, મંડપ-ડેકોરેશન, ડીજે અને બેન્ડવાજા, કેટરર્સ સહિતના વ્યવસાયકારોને કોરોનાકાળને લઇ ફટકો પડ્યો છે. લગ્ન પ્રસંગમાં મર્યાદિત મહેમાનોની હાજરીને વચ્ચે માંડ વ્યવસાય પાટે ચડી રહ્યો છે ત્યારે આગામી 4 મહિના સુધી લગ્નની સિઝનના શુભ મુહૂર્ત ન હોવાના કારણે આ તમામ વ્યવસાયકારોને બેસી રહેવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો