તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કોટન મિલની ઓરડીની છત ઉપરથી 4 મોબાઇલ ચોરાયા

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નંદાસણ પોલીસમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

સરસાવ ખેરપુરની સીમ વચ્ચે આવેલ કોટન મિલમા કામ કરતા મજુરો ઓરડીની છત પર સુતા રહ્યા અને ચોર તેમના 4 મોબાઇલ ચોરી ગયા હતા.નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સરસાવ અને ખેરપુરગામની સીમમા આવેલ પ્રમુખ કોટન મીલમા કામ કરતા મજુરોને રહેવા માટે ખાસ ઓરડીઓ બનાવાઇ હતી.ગુરુવારે રાત્રે મીલની ઓરડીઓનીછત પર મજુરો સુંઇ રહ્યા હતા.તે દરમિયાન અહી આવેલા ચોરે હાથફેરો કરીને પલાયન થઇ ગયાં હતા.મીલની ઓરડીમાં સુતેલા મજુરોએ ઓશિકા પાસે મુકેલા 4 મોબાઇલ ચોર ચોરી ગયો હતો.જ્યારે સિક્યુરીટી ગાર્ડ સમગ્ર મામલે અજાણ હતો. આ કોટન મીલમા સીક્યુરીટી હોવા છતાં ચોર મોબાઇલ ચોરી જતા સવારે જાગેલા મજુરોની રજુઆતને પગલે સિક્યુરીટી ગાર્ડ સુધીરભાઇ છનાલાલ પટેલ દ્વારા નંદાસણ પોલીસ સ્ટેશનમા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો