આદેશ:વિજાપુર APMC ચૂંટણી મામલે જિલ્લા રજીસ્ટ્રાર સહિત 4ને હાઇકોર્ટનું તેડું

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયત સમયે ચૂંટણી યોજવા વિજાપુરના નાગરિકે રિટ કરી
  • 10 ઓગસ્ટે રાજ્ય નિયામક, APMC ​​​​​​​સેક્રેટરીને હાજર રહેવા ફરમાન

વિજાપુર એપીએમસીની ચૂંટણી મામલે હાઇકોર્ટે મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર અને રાજ્યના નિયામક સહિત 4 જણાને નોટિસ ફટકારી છે અને આગામી 10 ઓગસ્ટના રોજ હાજર રહેવા જણાવ્યું છે. જુલાઈ મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં નિયત સમયે વિજાપુર એપીએમસીની ચૂંટણીનું જાહેરનામું ન પડતાં યોગ્ય અને નિયત સમયે ચૂંટણી યોજવા મામલે વિજાપુરના અરજદાર નારાયણજી સરદારજી ચૌહાણ દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ છે.

જેને પગલે મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર, રાજ્યના નિયામક, વિજાપુર એપીએમસી સેક્રેટરી સહિત 4 જણાને હાઇકોર્ટે નોટિસ ફટકારી કરી આગામી 10 ઓગસ્ટના રોજ મુદત આપી હાજર રહેવા જણાવ્યું છે. 30 જુલાઈના રોજ આ નોટિસની બજવણી પણ ચારેયને કરી દેવાઇ છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ એપીએમસીની ચાલુ બોડીની મુદત પૂર્ણ થતી હોઇ 60 દિવસ પૂર્વે એપીએમસીનું ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડવું જોઈએ તેમ છતાં હજુ સુધી જાહેરનામું પડાયું નથી. આથી ચૂંટણીમાં થઈ રહેલા વિલંબને પગલે હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઇ છે. જેને પગલે સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...