ક્રાઇમ:કડીના લ્હોરની સીમમાં ચાલતા જુગારધામ પરથી 4 ઝબ્બે,6 ફરાર

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાવલુ પોલીસે બાતમી આધારે રેડ કરી

બાવલુ પોલીસે લહોર ગામે જુગારધામ પર રેડ કરી રૂ.23840ની રોકડ સાથે 4 જુગારીને ઝડપી લીધા હતા. જ્યારે 6 જણા ફરાર થઇ ગયા હતા. તમામ 10 સામે ગુનો નોંધાયો છેે. બાવલુ પોલીસને સોમવાર સાંજના સમયે લહોર ગામની સીમમાં પરમાર કમલેશ નાથાભાઇના ખેતરના સેઢે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરી સિપાઇ ફરીદ, ઠાકોર વિરમ, ઠાકોર દશરથ અને ઠાકોર આનંદને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 6 શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે રોકડ સહિત રૂ.23840નો મુદ્દામાલ સાથે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.સિપાઇ ફરીદ મહમદખાન,ઠાકોર વિરમ વાઘા જી,ઠાકોર દશરથ જગાજી, ઠાકોર આનંદ શંભુજી, ઠાકોર બિજલ પ્રહલાદજી,સીપાઇ જાકીર ભીખાભાઇ,સીપાઇ અહેમદ ભીખાભાઇ,તમામ રહે.લહોર, તા.કડી અને પટેલ કૌશિક દશરથ ભાઇ અને પટેલ સંજય ઉર્ફે ખમણી છગનભાઇ,બંને રહે.લક્ષ્મણપુરા, તા.કડી,મલેક કાળુ કાસમભાઇ (રહે.દુધઇ)સહિત સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...