ગેસ ભરાવવા રઝળપાટ:મહેસાણા શહેરમાં બપોર સુધી 4 CNG પંપ ખોટવાતાં વાહનચાલકો રઝળ્યા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં પાંચ પૈકી ચાર સીએનજી પંપ બુધવારે સવારે ખોટવાતાં ગેસ આધારિત વાહનચાલકોને ગેસ ભરાવવા રઝળપાટ કરવી પડી હતી. તો કેટલાક વાહનમાં ગેસ ખાલી થઇ જતાં ધક્કા મારીને વિકાસનગર પાટિયા નજીકના એકમાત્ર ચાલુ પંપે પહોંચ્યા હતા. અહીં લાંબી કતાર લાગી હતી.

હાઇવે પર પસાભાઇ પેટ્રોલપંપ, રાધનપુર રોડ સીએનજી પંપ, સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ તરફ આર.આર. પેટ્રોલપંપમાં સીએનજી તેમજ હેડુવા રાજગર ખાતે સીએનજી પંપથી સવારથી ગેસ સપ્લાય બંધ હોઇ વાહનચાલકોને ફેરો પડ્યો હતો.

અહીં ટેકનિકલ ફોલ્ટના કારણે સપ્લાય બંધ હોવાનું પંપ સંચાલકોએ જણાવ્યું હતું. બીજી તરફ, હેડુવા રાજગર ખાતેના પંપમાં ઓપરેટરોની સ્ટ્રાઇકના કારણે સીએનજી વિતરણ ઠપ થયાનો ગણગણાટ ચર્ચાયો હતો. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...