નંદાસણ નજીક આવેલા ગ્રોગ્રીન વેર હાઉસના ગોડાઉનમાં થોડા દિવસ અગાઉ તસ્કરો પ્રવેશ કરીને 97 અમુલ મિલ્ક પાઉડરની બેગો ચોરી ગયા હતા. જેને લઈને સુપરવાઈઝર દ્વારા નંદાસણ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે 7 લાખથી વધુના મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. મામલે મહેસાણા LCB ટીમે બાતમી આધારે મિલ્ક પાઉડર ચોરી કરનાર 4 ચોરોને ઝડપી પાડ્યા છે.
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ મામલે બાતમી મળી હતી કે, આરોપી લાલભા સોલંકી પોતાના મિત્ર જયદીપ સોલંકીની ઇકો ગાડીમાં પોતાના માણસો સાથે કડીથી કરણ નગર રોડ બાજુ જવાનો છે. બાતમી મળતા પોલીસે બાલાસર નજીક વોચ ગોઠવી હતી.
ગાડી અવતાની સાથે જ પોલીસે ગાડી રોકવી તપાસ કરી એ દરમિયાન ગાડીમાંથી અમુલ દૂધ પાવડરની બેગો મળી આવી હતી. પૂછપરછ દરમિયાન ગાડીમાં સવાર ચાર ચોરોએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, દસ દિવસ અગાઉ માથાસુર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી 97 બેગો ચોરી કરણનગર ખાતે રહેતા ગોપાલ પ્રજાપતિને વેચવા જઇ રહ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી અમુલ દૂધ પાઉડરની 91 બેગો, 2 ઇકો ગાડીઓ, 40 હજાર રોકડા મળી કુલ 16 લાખ 32 હજાર 500નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.
હાલમાં પોલીસે લાલભા ઉર્ફ દેવુભા સોલંકી, જાયદીપ સોલંકી, મેરાજી દિલાજી ઠાકોર અને ગોપાલ બાબુભાઈ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા. તેમજ સોલંકી જયપાલસિંહ, સોલંકી પ્રતાપસિંહ અને સોલંકી ચંદ્રસિંહને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે
આ 4 આરોપી પકડાયા
આ 3 આરોપીઓ વોન્ટેડ
(ત્રણેય રહે.હઠીપુરા, તા.દેત્રોજ, જિ.અમદાવાદ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.