વડનગર લાઈવ મેચ પ્રકરણ:400-400 રુપિયામાં ખેલાડીઓ લઈ રશિયનોને લાખોનો ચૂનો ચોટાડનાર 4 આરોપીઓ રિમાન્ડ પર, 3 દિવસમાં અનેક રાઝ ખુલશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​કેટલા લોકો રોજના ઓનલાઈન સટ્ટો લગાવતા એ રિમાન્ડ બાદ સામે આવશે

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના મોલિપૂર ગામના સીમાળામાં ખેતર ભાડે રાખીને ચાર જેટલા લોકો સ્થાનિક યુવકોને 400 રૂપિયા આપી બનાવતી મેચ રમાડી એ મેચનું લાઈવ પ્રસારણ કરી રશિયાના લોકોને બતાવી સટ્ટો રમાડતા હતા. જોકે મહેસાણા એસઓજી ટીમે ગઈ કાલે બાતમી આધારે વડનગરના મોલિપૂર નજીકથી 4 આરોપીને દબોચી ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટ ઝડપી પડ્યું હતું.

4 આરોપીના 3 દિવસના રિમાન્ડ મજૂર
ગામડાના ખેતરોમાં પિચ બનાવી હાઈ કલાસ કેમેરા દ્વારા રેકોર્ડ કરી મોટી ટીમના પ્લેયર બતાવી રશિયામાં યુ ટ્યુબ મારફતે ગોરાઓને સટ્ટો લગાડવા મજબુર કરનારા 4 આરોપીને મહેસાણા એસઓજી ટીમે દબોચી લીધા હતા. એ કેસમાં વધુ તપાસ માટે અને પૂછપરછ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાંથી કોર્ટ આરોપીના 3 દિવસ એટલે કે સોમવાર સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે.

​​​​​કેટલા લોકો રોજના ઓનલાઈન સટ્ટો લગાવતા એ રિમાન્ડ બાદ સામે આવશે
વડનગરના ગામડાઓમાં ખેતરો ભાડે રાખી લાઈવ ટેલિકાસ્ટ કરી રશિયાના ગોરા લોકોને સટ્ટો રમાંડનારા ચાર આરોપીને હાલમાં ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે આ કેસમાં આરોપીઓ યોગ્ય જવાબ ન આપતા પોલોસે રિમાન્ડની માંગ કરી હતી. જેને પગલે કોર્ટ 4 આરોપીના 3 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે અને રિમાન્ડ બાદજ હકીકત બહાર આવશે કે રોજના કેટલા લોકો આ મેચમાં સટ્ટો લગાડતા હતા અને કેટલી રકમનો લગાડતા હતા.

અન્ય સમાચારો પણ છે...