તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દારૂના કેસમાં એક વર્ષથી ફરાર 4 આરોપી ઝડપાયા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂજની હોટલમાંથી મહેસાણાના શખ્સને દબોચ્યો

મહેસાણાના મગુનાના ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભા રાજેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન, સાંથલ અને પાટણ ચાણસ્મા પોલીસમાં દારૂના 5 ગુના નોંધાયા છે. જે છેલ્લા 1 વર્ષથી ભુજમાં હોવાની બાતમી મહેસાણા એલસીબી પીઅાઇ બી.અેચ. રાઠોડે પીઅેસઅાઇ અે.કે. વાઘેલાની ટીમને ભુજ મોકલી ગજેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. , એએસઆઇ હીરાજી અને કોન્સ્ટેબલ સન્નીકુમારને દારૂના ગુનાનો બીજો એક ભાગેડુ આરોપી ભુજની રીયાન હોટલમાં હોવાની બાતમી મળતાં રેડ કરી સૌરભ ઉર્ફે વકો ગણેશભાઇ પ્રજાપતિ (રહે. જયમાડી સોસાયટી, મહેસાણા)ને ઝડપ્યો હતો.

પેરોલ સ્કવોડે1 વર્ષથી દારૂના ગુનામાં ભાગેડુ ગોસ્વામી વિજયગીરી મહેશગીરીને વિરમ ગામના ગોળપીઠથ, ડીસાના ભોંયણમાંથી દુદુસિંગ પનસિંગ વાઘેલા (મૂળ રહે. નાંદોત્રા, તા.દાંતીવાડા)ને પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...