• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 3990 Polling Staff Have Been Allocated In The District, In The Second Randomization Staff Including Presiding Officer, Polling Officer Have Been Allocated.

વિધાનસભા ચૂંટણી:જિલ્લામાં 3990 પોલિંગ સ્ટાફ ફાળવાયો, બીજી વખતના રેન્ડમાઇઝેશનમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત સ્ટાફ ફાળવાયો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની સાત વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે તંત્ર દ્વારા પ્રિસાઈડીંગ અને પોલિંગ ઓફિસર સહિત 3990 સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરાયું હતું. 5મી ડિસેમ્બરે 1869 મતદાન મથકો પર યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવા બીજી વખત પોલિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરાયું હતું. જેમાં મતદાન મથકના 1995 પ્રિસાઇડિંગ અને 1995 પોલિંગ ઓફિસર મળી કુલ 3990 પોલિંગ સ્ટાફની ફાળવણી જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની હાજરીમાં કરાઈ હતી.

ફાળવાયેલો પોલિંગ સ્ટાફ

વિધાનસભાપ્રિસાઇડિંગપોલિંગ
ખેરાલુ288288
ઊંઝા262262
વિસનગર253253
બેચરાજી305305
કડી329329
મહેસાણા294294
વિજાપુર264264
અન્ય સમાચારો પણ છે...