તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:ઉત્તર ગુજરાતમાં પ્રથમ કરતાં બીજા સપ્તાહમાં 390% વધુ વાવણી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાૈથી વધુ 15787 હેક્ટરમાં કપાસની વાવણી સાથે ઉ.ગુ.માં 27256 હેક્ટરમાં વાવણી

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વાવણી શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં 5566 હેક્ટરમાં, જ્યારે બીજા સપ્તાહમાં 21690 હેક્ટરમાં વાવણી થઇ હતી. અેટલે કે પ્રથમ સપ્તાહની સરખામણીમાં બીજા સપ્તાહમાં સરેરાશ 390% નો વધારો થયો હતો.

વાવણી શરૂ થયાના બે સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતમાં કુલ 27256 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. અેટલે કે 15.88 લાખ હેક્ટરના અંદાજ સામે 1.71% વિસ્તારમાં વાવણી થઇ છે. અત્યાર સુધીમાં થયેલી વાવણીની સ્થિતિ જોઇઅે તો, સાૈથી વધુ 15787 હેક્ટરમાં કપાસની વાવણી થઇ છે.

અા ઉપરાંત 5018 હેક્ટરમાં મગફળીનું, 4450 હેક્ટરમાં ઘાસચારાનું, 1534 હેક્ટરમાં શાકભાજીનું, 219 હેક્ટરમાં તુવેરનું, 84 હેક્ટરમાં સોયાબીનનું, 78 હેક્ટરમાં બાજરીનું, 70 હેક્ટરમાં મકાઇનું, 11 હેક્ટરમાં અડદનું અને 5 હેક્ટરમાં તલની વાવણી થઇ ચૂકી છે. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જેમ જેમ વરસાદ થશે તેમ તેમ વાવણીનો વિસ્તાર પણ વધશે.

ઉ.ગુ.માં વાવણીના 2 સપ્તાહ

જિલ્લોપ્રથમ સપ્તાહબીજુ સપ્તાહવધારો
મહેસાણા21229903367%
પાટણ4544809855%
બનાસકાંઠા20804240104%
સાબરકાંઠા10127165608%
અરવલ્લી3171468363%
કુલ556627256390%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...