તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર વિભાગની પરીક્ષા:મહેસાણા ફાયર વિભાગની ભરતીની પ્રેક્ટીકલ પરીક્ષામાં 38 ઉમેદવાર પાસ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 270 ઉમેદવારોની ફેબ્રુઆરીમાં યુનિ.માં પ્રેક્ટીકલ પરીક્ષા લેવાઇ હતી

ઉત્તર ગુજરાતમાં પાલિકા હદના ફાયર સ્ટેશનોમાં વિવિધ કેડરમાં ભરતી માટે પાટણમાં યુનિ.માં ઉમેદવારોની પ્રેક્ટીકલ પરીક્ષા બાદ હવે તેના પરિણામ જે તે પાલિકાની સમિતિમાં જાહેર કરીને ભરતી માટે આગળ પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં બુધવારે મહેસાણા પાલિકામાં પ્રેક્ટીકલમાં પાસ 38 ઉમેદવારોનું પરિણામ બેઠકમાં જાહેર કરીને પ્રાદેશિક કમિશ્નર કચેરીએ આગળની કાર્યવાહી માટે મોકલી અપાયુ હતું.

મહેસાણા પાલિકાના ફાયરસ્ટેશનમાં ડિવિઝનલ ઓફિસર સહિત વિવિધ કેડરમાં 21 જગ્યાની ભરતી માટે કુલ 530 અરજીઓ પૈકી માન્ય 270 ઉમેદવારોની ગત ફેબ્રુઆરીમાં યુનિ.માં પ્રેક્ટીકલ પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષાનું પરિણામ બુધવારે પાલિકાના સભાખંડમાં પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન દેવેશ પટેલ,પ્રાદેશિક કચેરીના ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ, સી.ઓ અલ્પેશભાઇ પટેલે પરિણામ અંગે પરામર્શ કર્યો હતો. 270 ઉમેદવારોમાંથી 38 પ્રેક્ટીકલમાં પાસ થયા છે.

મહેસાણામાં જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન માટે ફાયર ડિવિઝનલ ઓફિસર, વાયરલેસ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ફાયરમેન કમ પંપ ઓપરેટર, ફાયરમેન કમ ડ્રાઇવર સહિત કુલ 21 જગ્યાઓ મંજૂર થઇ છે. જે પૈકી કેટલીક જગ્યાઓ હાલ ભરાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...