તસ્કરી:ઊંઝાના માધવ બંગલોઝમાં 3.69 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન 10 દિવસથી બંધ હતું, બારીના લોખંડના સળિયા પહોળા કરી ચોરી કરી

ઊંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ માધવ બંગલોઝના બંધ મકાનના પાછળની બારીના ગ્રીલના લોખંડના સળિયા પહોળા કરી તસ્કરો રૂમમાંથી ચાવી મેળવી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 3.69 લાખની ચોરી થઈ હતી.

ઊંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ માધવ બંગલોઝના મકાન નંબર 36 માં રહેતા રમીલાબેન જયેશકુમાર પટેલનું મકાન 10 દિવસથી બંધ હતુ તેઓ સુરત ગયા હતા જે બંધ મકાનના પાછળની બારીના ગ્રીલના લોખંડના સળિયા પહોળા કરી અને ગૃહપ્રવેશ કરી પૂજાપાઠના રૂમમાંથી ચાવી મેળવી તિજોરીઓ ખોલી અજાણ્યા શખ્સો તીજોરીમાં મુકેલ સોનાના દાગીનાતથા રોકડ મળી કુલ રૂ 3,69,000 ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા

જેમાં રમીલાબેનના ભાઈ દશરથભાઈ પટેલ બંધ મકાનની અવારનવાર દેખરેખ રાખતા હોઇ જેઓને ચોરીની જાણ થઈ હતી જેથી ઊંઝા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે દશરથભાઈ હરગોવનદાસ પટેલના નિવેદનના આધારે કોઈ અજાણાયા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...