તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠ શિક્ષક:મહેસાણા જિલ્લાના 36 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરાયાં

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખાનગી શાળાને રેસીડેન્સ સ્કૂલ બનાવાશે: નીતિન પટેલ

મહેસાણામાં રવિવારે શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. સાર્વજનિક કમળાબા હોલ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકાર દ્વારા શ્રેષ્ઠ 21 શિક્ષકો અને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી શ્રેષ્ઠ 15 શિક્ષકો મળી કુલ 36 શિક્ષકોને નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે પારિતોષિક એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે ઉદ્દબોદનમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ વખતે એમબીબીએસમાં 900 જેટલી સીટો હતી એટલે ડોનેશન આપીને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં જવું પડતું.

ગુજરાતમાંથી કરોડો રૂપિયા બહાર જતાં હતાં. આ વર્ષે શિક્ષણમાં સ્કૂલ ઓફ એક્સીલન્સ યોજના લાવ્યા છીએ. જેમાં વિદ્યાર્થીઓ વધુ તેજસ્વી બને સ્કૂલોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવાનું કામ શિક્ષણ વિભાગે શરૂ કર્યુ છે. ઉપરાંત, હાલ રેસીડેન્સ સ્કૂલની નવતર યોજના વિચારણામાં છે. જેમાં પ્રતિષ્ઠીત સંસ્થાઓને તેમની જગ્યા, બિલ્ડિંગ, સુવિધાઓ અને શિક્ષકો હોય અને રહેવા,જમવાની સુવિધા સાથે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટતાથી તૈયાર કરે. આ માટે ખર્ચ નિભાવ ગ્રાન્ટ સરકાર વિદ્યાર્થીદીઠ આપશે, તેની રકમ હવે નક્કી કરીશું.

આપણા સુંઢિયા ગામની દીકરીએ પેરાલ્મિપિકમાં સિલ્વર મેડલ હાંસલ કરી જિલ્લા, રાજ્યનું ગૌરવ વધાર્યું હોવાની કહી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનામાં શાળાઓ બંધ હતી, પણ શિક્ષણ બંધ નહોતું. કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, જુગલ લોખંડવાલા, ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલ, રમણલાલ પટેલ, ઋષિકેશ પટેલ, કરશનભાઇ સોલંકી, જિ.પં.પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ, કલેકટર ઉદિત અગ્રવાલ, સાર્વજનિક સંસ્થાના મંત્રી દિલીપભાઇ ચૌધરી, જશુભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...