ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન છેડ્યું છે. નવ માસ અગાઉ રાજ્ય સરકારે માંગણીઓ સ્વીકારવાની બાહેધરી આપતા જે તે સમયે તલાટીઓએ આંદોલન સમેટી લીધું હતું, પરંતુ હજુ સુધી માંગણીયો નહીં સ્વીકારતા આજથી લડત શરૂ કરી છે. જેમાં મહેસાણા જિલ્લાના 350 તલાટીઓ હડતાળમાં જોડાયા છે.
એક વર્ષ અગાઉ આંદોલન છેડ્યું હતું
વર્ષ 2004-05માં ભરતી થયેલા તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની સળંગ નોકરી ગણવા સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ ૩ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી તરીકે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ બાદ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા પંચાયત વિભાગ સિવાયની વધારાની કામગીરી નહીં સોંપવા સહિતની 11 જેટલી પડતર માંગણીયો મુદ્દે તલાટી મંત્રી મહામંડરે એક વર્ષ અગાઉ આંદોલન છેડ્યું હતું. જોકે, બાદમાં સરકારે તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાની ખાતરી આપતા જે તે સમયે તલાટીઓએ હડતાલ સમિતિ નીતિ હતી.
જિલ્લાના 350 તલાટીઓ હડતાળમાં જોડ્યા,
મહેસાણા જિલ્લાના પણ 400 ગામના 350થી વધુ તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે. ત્યારે આ હડતાલને કારણે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કામગીરી અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ નિર્ણય યોગ્ય નહીં આવે તો આવનારા દિવસોમાં પણ સરકારી કચેરીના કામો અટકી પડવાની શક્યતાઓ સિવાય રહે છે ત્યારે હાલમાં અરજદારો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.