હકીકત:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 35 ટકા અને વિસનગર સિવિલમાં 50 ટકા જગ્યા ખાલી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સિવિલમાં 289 મંજૂર જગ્યાઓ પૈકી 166 ભરેલી છે અને 123 ખાલી
  • વિસનગર સિવિલમાં 101ના મહેકમ સામે 53 જગ્યાઓ ભરેલી, હજુ 48 ખાલી

ભૂવો ધૂણે તોય નાળિયેર તો ઘર ભણી જ ફેંકે... તેવી ગુજરાતી કહેવત મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ માટે બંધ બેસતી ના હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા દસેક વર્ષથી આરોગ્ય મંત્રી મહેસાણા જિલ્લાના હોવા છતાં આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલોની મહત્વની ખાલી જગ્યાઓ ભરાઇ નથી. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 35 ટકા અને વિસનગર સિવિલ હોસ્પિટલમાં 50 ટકા જગ્યા ખાલી છે. જ્યારે જિલ્લાના 57 આરોગ્ય કેન્દ્રોમાં 30 ટકા જગ્યાઓ ખાલી હોઇ દર્દીઓને પૂરતી સારવારનો લાભ મળી શકતો નથી.

મહેસાણા સિવિલની વાત કરીએ તો, સિવિલ સર્જનની જગ્યા વર્ષ 2017થી ખાલી છે. પરિણામે 4 વર્ષથી ઈન્ચાર્જ સિવિલ સર્જન વહીવટ સંભાળી રહ્યા છે. જ્યારે બાળરોગ નિષ્ણાત, મનોચિકિત્સક અને 4 તબીબી અધિકારીની જગ્યા પણ ખાલી છે. એજ રીતે વિસનગર સિવિલમાં આરએમઓ, ગાયનેક સર્જન, ઓર્થોપેડિક સર્જન, રેડિયોલોજિસ્ટ સહિત વર્ગ-2ની 8 જગ્યા ખાલી છે.જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા પણ 8 માસથી ખાલી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને તેનો ચાર્જ સોંપાયો છે. 10 તાલુકા પૈકી 6 તાલુકા હેલ્થ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી 4 ટીએચઓને ચાર્જ સોંપાયો છે. જેના કારણે એક ટીએચઓને બબ્બે તાલુકાની કામગીરી સંભાળવી પડી રહી છે.

અડધો અડધ તાલુકા ઈન્ચાર્જના હવાલે મહેસાણા જિલ્લામાં 10 તાલુકા પૈકી હાલમાં બહુચરાજી, કડી, ઊંઝા અને વિજાપુરમાં નિયમિત ટીએચઓ છે. વિસનગર, મહેસાણા, ખેરાલુ, જોટાણા, વડનગર અને સતલાસણા તાલુકાના ટીએચઓની જગ્યા ખાલી હોવાથી 3 ટીએચઓને બબ્બે તાલુકા સોંપીને ઈન્ચાર્જ બનાવાયા છે. જ્યારે પાન્છા આરોગ્ય કેન્દ્રના ડો.કેતન પટેલને પાન્છાની નિયમિત જગ્યા ઉપરાંત ખેરાલુ અને સતલાસણાનો ચાર્જ સોંપાયો છે.

જિલ્લાના 57 પીએચસીની સ્થિતિ

સંવર્ગમંજૂરભરેલીખાલી
તબીબી અધિકારી વર્ગ-257561
આયુષ મેડિકલ ઓફિસર51492
RBSK મેડિકલ ઓફિસર726111
જુ. ફાર્માસિસ્ટ વર્ગ-358526
લેબ ટેક્નિશિયન વર્ગ-357498
મલ્ટીપર્પઝ હેલ્થવર્કર29522669
ફિમેલ હેલ્થવર્કર352229123
કુલ942722220

મહેસાણા સિવિલની સ્થિતિ

સંવર્ગમંજૂરભરેલીખાલી
વર્ગ-122184
વર્ગ-226188
વર્ગ-315611343
વર્ગ-4851768
કુલ289166123

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...