તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ વધ્યુ:કડીના થોળ ગામમાં સાત દિવસમાં કોરોના પોઝિટિવ 35 દર્દી સારવાર હેઠળ, ગામમાં કામ સિવાય બહારના નીકળવા સૂચના અપાઈ

મહેસાણા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ જિલ્લામાં 607 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હાલ જિલ્લામાં 607 દર્દી સારવાર લઇ રહ્યાં છે. જેમાં તંત્ર દ્વારા કોરોના સંક્રમણ રોકવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તથા કડીના થોળ ગામમાં સાત દિવસમાં કોરોના પોઝિટિવ 35 દર્દી સારવાર હેઠળ છે. તેથી ગામમાં કામ સિવાય બહારના નીકળવા સૂચના અપાઈ છે. કડી તાલુકામાં આવેલ થોળ ગામમાં માત્ર સાત દિવસની અંદર 35 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં હાલમાં ત્રણ જેટલા દર્દીઓને બહાર સારવાર અપાઈ રહી છે. તેમજ બાકી રહેલા દર્દીઓને ગામમાં હોમ ક્વોરનટાઇન કરવામાં આવ્યા છે. તેમજ તમામની સારવાર ચાલી રહી છે. ગામના સરપંચનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે હાલમાં ગામમાં કોરોના કેસ વધુ ના ફેલાય એ માટે એક મિટિંગ બોલાવી આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.

તેમજ હાલમાં ગામમાં માણસ દ્વારા ઘરે ઘરે જઈને સાદ પાડી ગામમાં કામ સિવાય બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગામમાં કોવિડ 19 ની ગાઈડલાઈ અંગે નોટિસ પણ લગાવવામાં આવી છે. તેમજ પોલીસ પણ સવાર સાંજ બે ટાઈમ ગામમાં આવે છે. જેથી લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને કોરોના સંક્રમણ ઘટે તેમજ પંચાયત દ્વારા જેતે વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

સંક્રમણ અટકાવવામાં પાલિકાની બેધારી નીતિ
કડી નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા શહેરમાં ખાણી-પીણીના વેપારીઓને રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ માત્ર પાર્સલસેવા ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. પાલિકાની ટીમ રાત્રે ધંધા રોજગાર બંધ કરાવવા નીકળે છે, ત્યારે કેટલાક વિસ્તારોને નજર અંદાજ કરી વ્હાલા-દવાલાની નીતિ અપનાવતી હોઈ વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો