ભાસ્કર વિશેષ:અંબાજી મેળામાં જવા 34, 241 લોકોએ એસટીમાં મુસાફરી કરી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા એસ.ટીને 2019માં રૂ. 1.45 કરોડ આવક થયેલી, આ વર્ષે રૂ. 1.76 કરોડ થઈ
  • કોરોનાના લીધે ત્રણ વર્ષ બાદ યોજાયેલો અંબાજીનો મેળો મુસાફર આવકમાં એસટી તંત્રને ફળ્યો

અંબાજી મેળાના નોમ-દશમથી પુનમ- એકમ સુધીના સાત દિવસ દરમ્યાન મહેસાણા ડિવિઝનના 12 બસસ્ટેશનની એસ.ટી બસથી કુલ 273955 મુસાફરોએ અંબાજી દર્શનાર્થે આવન-જાવનમાં સવારી કરી છે, જેમાં ડિવિઝનને મુસાફર ટિકિટમાં રૂ. 17693501ની આવક થઇ છે.જ્યારે કોરોના પહેલાના વર્ષ 2019ના અંબાજી મેળામાં ડિવિઝનની બસ સવારીએ કુલ 238756 મુસાફરોએ અંબાજી દર્શન કર્યા હતા અને તેમાં એસ.ટી ડિવિઝનને કુલ રૂ. 14524382 આવક થઇ હતી.

આમ અંબાજી મેળામાં કોરોના કાળ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ કોરોના બાદના વર્ષ 2022ના મેળામાં એસ.ટીમાં 34241 મુસાફરોનો વધારો નોધાયો છે અને આવકમાં પણ રૂ. 3169119નો વધારો થયો છે. કોવિડ પછી એસ.ટી તંત્રને અંબાજી મેળો મુસાફર આવકમાં ફળ્યો છે. ભાદરવી પુર્ણિમા અંબાજી મેળામાં મહેસાણા વિભાગના 12 બસસ્ટેશનથી મુસાફરો માટે તા. 5થી 11 સપ્ટેમ્બર દરમ્યાન એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં 12 એસ.ટી ડેપોની બસોએ અંબાજી આવન જાવનમાં કુલ 4818 ટ્રીપો લગાવી હતી. સાત દિવસમાં 1188 વાહનો કુલ 549389 કીલોમીટર અંતર મેળા દરમ્યાન 273955 મુસાફર આવન જાવનમાં ફર્યા છે.

એસ.ટી ડેપો વાઇઝ મુસાફર, આવક

બસસ્ટેશનમુસાફરોઆવક
વિસનગર38695રૂ. 2466145
ખેરાલુ43537રૂ. 2388410
મહેસાણા26161રૂ. 2279465
વડનગર22205રૂ. 1869600
વિજાપુર15347રૂ. 1472409
હારીજ21479રૂ. 1215480
કડી12418રૂ. 1103027
કલોલ12644રૂ. 1046965
ઊંઝા13921રૂ. 1005357
ચાણસ્મા23231રૂ. 9667835
પાટણ16761રૂ. 959353
બહુચરાજી27556રૂ. 919455
અન્ય સમાચારો પણ છે...