તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરખાસ્તો:જિ.ની 340 સ્વનિર્ભર શાળા પાસે ફી માટે દરખાસ્ત મગાઇ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.31મી સુધી દરખાસ્તો મોકલી આપવા શાળાઓને સૂચના

ફી નિર્ધારણ કમિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2021-22 માટે સ્વનિર્ભર શાળાઓને ફી નક્કી કરવા 31 માર્ચ સુધીમાં દરખાસ્તો મોકલી દેવા સૂચના અપાઇ છે.

મહેસાણા જિલ્લામાં સ્વનિર્ભર પ્રાથમિક 242 અને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક 98 શાળા મળી કુલ 340 જેટલી શાળાઓ છે. આ શાળાઓએ વિદ્યાર્થીની વધુ ફી નક્કી કરવી હોય તો રાજ્ય સરકારે બનાવેલી ફી નિર્ધારણ કમિટીની પરવાનગી મેળવવી જરૂરી છે.

ત્યારે ખાનગી શાળાઓના સંચાલકો હવે શૈક્ષણિક અને ભૌતિક સુવિધા પાછળ ખર્ચ અને પગારના આંકલન કરી આગામી સત્ર માટે વિદ્યાર્થી દીઠ ફીના ધોરણો નક્કી કરવા કામે લાગ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, આગામી તા.31મી સુધી સ્કૂલોની ફી દરખાસ્તો મેળવાશે. બાદમાં પ્રાદેશિક કચેરીએ એફઆરસીમાં મોકલી અપાશે. જ્યાં સ્કૂલોએ દર્શાવેલા હિસાબો અને સૂચિત ફીના આંકલન અને જરૂરી તપાસના અંતે જે તે સ્કૂલોને આગામી સત્ર માટે વિદ્યાર્થીદીઠ ફી નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો