ફરિયાદ:જોટાણા ગંજ બજારમાંથી 1.63 લાખના 34 બોરી એરંડા ચોરાયા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંશ ટ્રેડર્સ અને મોઢેશ્વરી ટ્રેડિંગ કંપનીમાં ચોરી

જોટાણા ગંજબજારમાં મહાશિવરાત્રીની રજાનો લાભ ઉઠાવી તસ્કરો 2 વેપારી પેઢીના પ્લોટમાં મુકેલા રૂ.1.63 લાખના એરંડાની 34 બોરી ઉઠાવી જતાં વેપારીએ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કડીના નાની કડીમાં રહેતા અને જોટાણા ગંજબજારમાં અંશ ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા રાહુલકુમાર અમૃતભાઇ પટેલ મંગળવારે સવારે કામકાજ અર્થે ગોડાઉને ગયા ત્યારે આગળના પ્લોટમાં રાખેલી એરંડાની 106 બોરીમાં 30 બોરીની ઘટ હોવાનું જાણવા મળતાં રૂ.1,44,300ની 30 બોરી ચોરાઇ હોવાનું જણાયું હતુ. તેમજ મોઢેશ્વરી ટ્રેડિંગના માલિક પુરૂષોત્તમભાઇ સોમાભાઇ મોદીના પ્લોટમાંથી પણ રૂ.19,240ની એરંડાની 4 બોરી ચોરાઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે વેપારીએ કુલ રૂ.1,63,540ના એરંડાની 34 બોરી ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...