વેચાણ:મહેસાણામાં 7206 સહિત ઉ.ગુ.માં નવરાત્રીથી લાભ પાંચમ સુધીમાં 33878 વાહનોનું રજિસ્ટ્રેશન થયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ.કાં.માં સૌથી વધુ 12249, અરવલ્લીમાં સૌથી ઓછા 3532 વાહનો નોંધાયા

ગત નવરાત્રીથી લાભ પાંચમ સુધીના તહેવારો દરમિયાન ઉત્તર ગુજરાતની પાંચ આરટીઓ કચેરી ખાતે નવા કુલ 33878 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જે પૈકી 15781 વાહનો ટુ અને ફોર વ્હિલરનું રજીસ્ટ્રેશન થયું છે. એટલે કે, કુલ રજીસ્ટ્રેશન થયેલા કુલ વાહનો પૈકી 92.08% વાહનોમાં ટુ અને ફોર વ્હિલર રહ્યા છે. સૌથી વધુ 62.70% રેશિયા સાથે 12249 ટુ-વ્હિલર તેમજ 29.38% રેશિયા સાથે 9954 ફોર-વ્હિલરનું રજીસ્ટ્રેશન થયું છે.

ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં સૌથી વધુ 12249 વાહનો બનાસકાંઠા જિલ્લામાં રજીસ્ટ્રેશન થયા છે. એમાં પણ સૌથી વધુ 7600 ટુ-વ્હિલર અને 4076 ફોર-વ્હિલર રજીસ્ટ્રેશન થયા છે. એટલે કે, ટુ અને ફોર વ્હિલરનો હિસ્સો 95.32% રહ્યો છે. જ્યારે 4.68% અન્ય વાહનો રહ્યા છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા 3532 વાહનો અરવલ્લી જિલ્લામાં રજીસ્ટ્રેશન થયા છે. જેમાં 2080 ટુ-વ્હિલર અને 1187 ફોર વ્હિલર રજીસ્ટ્રેશન થયા છે. એટલે કે, ટુ અને ફોર વ્હિલરનો હિસ્સો 92.50% રહ્યો છે. જ્યારે અન્ય વાહનો 7.50% રહ્યા છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા 8363 વાહનો પૈકી 5798 ટુ-વ્હિલર અને 1408 ફોર-વ્હિલરનું રજીસ્ટ્રેશન થયું છે. એટલે કે, ટુ અને ફોર વ્હિલરનો હિસ્સો 86.17% રહ્યો છે. જ્યારે 13.83% અન્ય વાહનો રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં રજિસ્ટ્રેશન થયેલા 5679 વાહનો પૈકી 3116 ટુ-વ્હિલર અને 2189 ફોર વ્હિલર રહ્યા છે. એટલે કે, ટુ અને ફોર વ્હિલરનો હિસ્સો 93.41% રહ્યો છે. જ્યારે 6.59% અન્ય વાહનો રહ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા 4055 વાહનોમાં 2622 ટુ-વ્હિલર અને 1094 ફોર વ્હિલર રહ્યા છે. એટલે કે, ટુ અને ફોર વ્હિલરનો હિસ્સો 91.64% રહ્યો છે. જ્યારે 8.36% અન્ય વાહનો રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...