કાર્યવાહી:મેવડ ટોલનાકાથી 33.85 લાખનો દારૂ જપ્ત, મહેસાણા એલસીબીએ 14174 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે એકને પકડ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા- અમદાવાદ હાઈવે પર મેવડ ટોલનાકા પાસેથી રૂ.33.85 લાખનો 14,172 બોટલ વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે હરિયાણાના શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. પોલીસે દારૂ, ટ્રક સહિત રૂ.43.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખોટી બિલ્ટી બનાવવા માટે ઉપયોગ કરેલા ડોક્યુમેન્ટ અંગે તપાસ હાથ ધરી છે.

એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે મેવડ ટોલનાકા પાસે ગોઠવેલી વોચ દરમિયાન આઈસર ટ્રક (જીજે 37ટી 5020) માંથી રૂ.33,85,920નો 14,172 બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના અંબાલા જિલ્લાના નારાયણગઢ તાલુકાના બરીરસોર ગામના રણજીતસિંહ સુખદેવસિંહ જગીરસિંહ ગોત્રે (શીખ) ને ઝડપી લીધો હતો.

ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.45,90,920 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં તેણે વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે ખોટી બિલ્ટી બનાવી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાનું ખૂલ્યું હતું. તેથી એલસીબીએ દારૂનો જથ્થો મોકલનાર, દારૂ મંગાવનાર, ટ્રકમાલિક અને સીમકાર્ડધારક સહિત 5 શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓના નામ
1. રણજીતસિંહ સુખદેવસિંહ જગીરસિંહ ગોત્રે(શીખ) રહે. બરીરસોર, તા. નારાયણગઢ, જિ.અંબાલા (હરિયાણા)
2. સિંધી વિનોદ મુરલીધર રહે.વડોદરા
3. આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ રહે.આબુરોડ (રાજસ્થાન)
4. આઈસર ટ્રકનો માલિક
5. મોબાઈલ 9079594262નો સીમધારક

અન્ય સમાચારો પણ છે...