સરવે:ઉત્તર ગુજરાતની પોલિટિકલ લેબ ગણાતા મહેસાણામાં બાળલગ્નનું પ્રમાણ 32.30%

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2019 થી 2021ના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ચોંકાવનારું તારણ
  • ઉત્તર ગુજરાતની 31.80 ટકા યુવતીનાં લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે

નેશનલ ફેમિલી હેલ્થના વર્ષ 2019 થી 2021ના તાજેતરમાં થયેલ સરવેમાં ઉત્તર ગુજરાતના 4425 ઘર સાથે 5039 મહિલાઓ અને 801 પુરૂષોને આવરી લેવામાં આવ્યાં હતા. જેમાં 20 થી 24 વર્ષની પરિણીતાઓના સરવેના તારણ મુજબ, ઉત્તર ગુજરાતની 31.80 ટકા યુવતીઓનાં લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે.

5 જિલ્લાની સ્થિતિ જોઇએ તો, બનાસકાંઠામાં 37.30 ટકા, પાટણમાં 35.40 ટકા, મહેસાણામાં 32.30 ટકા, સાબરકાંઠામાં 27 ટકા અને અરવલ્લીમાં 27 ટકા મહિલાઓ એવી છે કે, જેમનાં લગ્ન 18 વર્ષથી નાની વયે લગ્ન થઇ જાય છે. ઉ.ગુ.માં 15 વર્ષ કે તેથી વધુ વયના મહિલા અને પુરૂષના સરવેમાં 39.34 ટકા પુરૂષ અને 7.70 ટકા મહિલાઓ તમાકુનું વ્યસન કરી રહી છે.જ્યારે 4.88 ટકા પુરૂષ અને 0.26 ટકા મહિલા દારૂનું સેવન કરતી હોવાનું અહેવાલમાં નોંધાયું છે.

ઉત્તર ગુજરાતમાં 5 ટકા પુરુષ અને 0.26 ટકા મહિલાઓ મદીરાપાન કરે છે
મહિલા : તમાકુ-દારૂનું સેવન

પુરુષ : તમાકુ-દારૂનું સેવન

જિલ્લોતમાકુદારૂજિલ્લોતમાકુદારૂ
મહેસાણા7.70%0.20%મહેસાણા36.90%3.20%
પાટણ6.90%0.20%પાટણ38.90%2.10%
બનાસકાંઠા7.50%0.10%બનાસકાંઠા37.30%5.10%
સાબરકાંઠા6.80%0.50%સાબરકાંઠા37.80%6.80%
અરવલ્લી9.60%0.30%અરવલ્લી45.80%5.20%
અન્ય સમાચારો પણ છે...