કોરોના અપડેટ:મહેસાણા પિલાજીગંજનો 32 વર્ષીય યુવક કોરોના સંક્રમિત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 7 થઇ
  • સિવિલ હોસ્પિટલમાં પહેલો દર્દી દાખલ થયો

મહેસાણા જિલ્લામાં રવિવારે વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. મહેસાણાના પિલાજીગંજ વિસ્તારનો 32 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આરોગ્ય વિભાગે યુવકમાં કોરોના સંક્રમણના લક્ષણો સામાન્ય હોવાનું જણાવ્યું હતું. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 7 ઉપર પહોંચી છે.

આરોગ્ય વિભાગે શનિવારે લીધેલા 2650 અને 10 સેન્ટર પરથી લીધેલા 192 સેમ્પલનું પરિણામ રવિવારે નેગેટિવ આવ્યું હતું. જ્યારે ખાનગી લેબમાં એક કેસ આવ્યો હતો. શહેરના પિલાજીગંજ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડાયો હતો.

આ સાથે સિવિલમાં પ્રથમ વખત સંક્રમિતની સારવાર હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે સંક્રમિત યુવકમાં કોરોનાના લક્ષણો સામાન્ય હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય વિભાગે 420 શંકાસ્પદ સેમ્પલ સાથે 10 જાહેર સેન્ટરો પરથી 115 સેમ્પલ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...