જુગરધામ:મહેસાણાની મોઢેરા ચોકડી પાસે વરલી મટકાનો જુગાર રમતા 32 ખેલીઓ ઝડપાયા, 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા 32 જુગારીઓ - Divya Bhaskar
ઝડપાયેલા 32 જુગારીઓ
  • પોલીસે ફરાર ઈસમો સહિત કુલ 34 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

મહેસાણાના મોઢેરા ચોકડી પાસે રામઝૂંપડી રેસ્ટોરેન્ટની પાસે એક દુકાનમાં મોટાપાયે ચાલી રહેલા જુગરધામ પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસ રેડ કરી હતી. જેમાં 32 જેટલા જુગરીયા ઝડપાયા હતા. જેમાં પોલીસે જુગારના સાહિત્ય સાથે કુલ 2 લાખ 68 હજાર 275નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલ રામઝૂંપડી રેસ્ટોરન્ટની બાજુની HS ઓનલાઇન માર્કેટીંગ દુકાનમાં લકી ડ્રોની ઓફિસ બનાવી જેમાં સિલ્વ કોઈન અને આધુનિક યંત્ર હેઠળ વરલી મટકાનો જુગાર રમવા ખેલીઓની લાઈનો લાગી હતી. જે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકતા 32 જેટલા જુગરીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

લોકલ ક્રાઇમને બાતમી મળતા સિવિલ ડ્રેસમાં શનિવારે રાત્રે રેડ કરી હતી. રેડ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 32 હજાર 025 રોડક રકમ, એક્ટિવમાંથી મળી આવેલી રોકડ રકમ 54 હજાર 500, એક એક્ટિવા જેની કિંમત 35 હજાર, જુગરીઓના 32 જેટલા મોબાઇલ જેની કિંમત 99 હજાર તેમજ કોમ્પ્યુટર સેટ, LED, પ્રિન્ટત સહિત સામગ્રી મળી કુલ 2 લાખ 68 હજાર 275નો મુદ્દામાલ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો. એમજ ફરાર ઈસમો સહિત કુલ 34 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ

સમીર રૂપારેલ, દીપેન રાણીગા, ભૂતિયા બનુભાઈ, દરબાર અશ્વિનસિંહ, લાલાજી ઠાકોર, જીતેન્દ્ર ઠાકોર, કિરણ કનુજી ઠાકોર, સંજય અમરાતભાઈ રાવળ, અસમુદ્દીન ભાટી, રમેશ પ્રજાપતિ, સશૈલેષ ઠાકોર, અમર સલાટ, સુરેશ સેનમાં, સુરેશ રાવળ, લાલસિંગ આમળા, દિવાનજી ઠાકોર, રતુજી સોલંકી, મણિલાલ પટેલ, કાળાભાઈ રાવળ, સોવનજી ઠાકોર, અમરાતભાઈ દરજી, વિષ્ણુજી ઠાકોર, જીવણજી ઠાકોર, ઈમ્તિયાઝ સૈયદ, બાબુભાઇ ઠાકોર, સોની હરેશ, ભાથીજી ઠાકોર, મહેન્દ્ર ભાઈ રાવળ, કાળુભાઇ વાઘેલા, પ્રવીણ કુમાર બારડ, સંજય નાયક, વિક્રમ ઠાકોર, નિર્મલદાસ ગઢવી અને રજનીકાંત પટેલને ઝડપી પાડ્યા હતા.

ઇન્કવાયરી બાદ કાર્યવાહી : એસપી
બી ડિવિઝન પોલીસના નાક નીચે બિન્દાસ્ત ચાલતા જુગારધામ મામલે પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલને પોલીસ સામે કાર્યવાહી અંગે પૂછતાં તેમણે કહ્યું કે, આ અમારી ઇન્કવાયરીમાં આવરી લઇશું. ઇન્કવાયરી પૂર્ણ થયે કાર્યવાહી કરાશે.

મહેસાણાના નાગલપુરનો શખ્સ લકી ડ્રોના નામે ઓનલાઇન વરલી મટકાનો જુગાર રમાડતો હતો
શહેરની મોઢેરા ચોકડી પાસે રામઝુંપડીની બાજુમાં H.S Online Marketing Pvt. Ltd નામની લકી ડ્રોની ઓફિસની આડમાં વરલી મટકાનો જુગાર રમાતો હતો. જુનાગઢના કંપની માલિક રજનીકાન્ત પટેલ પાસેથી ઓનલાઇન જુગારની હાર-જીતમાં 30 ટકા લેખે ફ્રેન્ચાઇઝીમાં નાગલપુરનો નિર્મલદાન ગઢવી સહિતના ભાગીદારો આ જુગારધામ ચલાવતા હતા.

એસપીએ અરજી આધારે ખરાઇ કરાવતાં એલઇડી TV સ્ક્રીન પર જુગાર રમાતો હતો
જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલને મળેલી અરજીમાં રામઝુંપડી આજુબાજુ બ્રહ્માણી હોટલ પાસે ભાડાની દુકાનમાં સવારે 7 થી રાત્રે 11 સુધી ઇનામી લકી ડ્રોની આડમાં જુગારધામ ચાલે છે,જ્યાં લોકોનાં ટોળાં થતાં હોઇ કોરોના ફેલાઇ શકે છે, આથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ અરજીના પગલે એલસીબીએ શનિવારે બપોરે 1.45 વાગે બાતમી સ્થળે રેડ કરી હતી, જેમાં રાત્રે 11 વાગ્યા સુધી સ્થળ પર કાર્યવાહી ચાલી હતી. પોલીસે પહેલાં ખાનગીરાહે તપાસ કરાવતાં દુકાનમાં એલઇડી ટીવી સ્ક્રીન ઉપર અલગ અલગ યંત્રો બતાવી તે યંત્રના નંબર આપી ઉપર ગ્રાહકો રૂપિયા લગાવી આંક ફરકનો જુગાર રમાડતા હતા.

અન્ય સમાચારો પણ છે...