તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહેસાણા તાલુકાના 32 ડેલીગેટને વિકાસ કામો માટે એક-એક લાખની ગ્રાન્ટ અપાશે

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતનું વર્ષ 2021-22નું 21.62 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર
 • શ્રેષ્ઠ પશુપાલક,ખેડૂત,વિદ્યાર્થી, શિક્ષક,તલાટીને એવોર્ડ આપવાની જાહેરાત

ભાજપ શાસિત મહેસાણા તાલુકા પંચાયતની આગામી વર્ષના બજેટ માટે મળેલી ખાસ સભામાં 32 ડેલીગેટને વિસ્તારના ગામડાઓમાં વિકાસ કામે માટે રૂ.એક-એક લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.બેઠકમાં પ્રમુખસ્થાનેથી તાલુકામાં પશુપાલક,ખેડૂત, શાળા, વિદ્યાર્થી, શિક્ષક, તલાટી, કર્મચારીને પ્રોત્સાહન પુરુ પાડવા શ્રેષ્ઠ એવોર્ડ આપવાની ઘોષણા કરાઇ છે. આ સાથે ત્રણ સહાયને બજેટમાં આવરી લઇને આગામી વર્ષ 2021-22નું કુલ રૂ. 21.62,23000નું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું.

તાલુકા પંચાયત હોલમાં બજેટ બેઠકમાં આગામી વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની નવતર જાહેરાત કરાઇ હતી. બજેટમાં સ્વભંડોળની અંદાજે રૂ. 22730000ની આવક સામે થનાર રૂ. 22390000 ખર્ચનું આંકલન દર્શાવી રૂ.3.40 લાખની પુરાંતવાળુ બજેટ મંજુર કરાયુ હતું.પ્રમુખ ભોગીલાલ પટેલે સદસ્યોને કોઇ મુશ્કેલી પડે તો જાણ કરવા અને અધિકારીના સંકલનમાં રહેવા સુચન કર્યુ હતું.ટીડીઓ અજીતદાન ગઢવીએ હજુ કેટલાક ગામડાઓમાં કોરોના વેક્સીન લેવા બાબતે જાગૃતતા નથી, અમે વેક્સીનના બે ડોઝ લીધા છે, સદસ્યો ગ્રામજનોને જાગૃત કરે તેવી તાકીદ કરી હતી.તાલુકા પંચાયતમાં ચૂંટાઇ આવેલા તાવડીયા ગ્રામપંચાયતના સરપંચ અને ગમાનપુરા ગ્રામપંચાયતના સરપંચનું સરપંચપદેથી રાજીનામુ મંજુર કરાયુ હતું.અત્રે સભામાં 32માંથી ભાજપના 22 અને કોગ્રેસના 9 મળીને કુલ 31 સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા, એક ગેરહાજર હતા. ક્યા કેટલા નાણા ખર્ચાશે : ક્યાં ક્યાં કેટલા ખર્ચની જોગવાઈ 1 ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં 5700000 2 ખેતીવાડી ક્ષેત્રે 1910000 3 પશુપાલન 100000 4 શિક્ષક ક્ષેત્રમાં 637000 5 સમાજ કલ્યાણ 955000 6 આરોગ્ય ક્ષેત્ર 100000 7 શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ઇનામ 10000 8 કુદતરી આફતો માટે 60000 9 રાષ્ટ્રીય પર્વ ઉજવણી 600000 10 કચેરી ખર્ચ 5815000 11 પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો 1400000 - 111 ગામની તાલુકા પંચાયત હવે 9 પ્રકારના એવોર્ડ, 3 સહાય આપશે : 1 દુધ મંડળીમાં સૌથી વધુ દુધ ભરાવનાર પશુપાલકોને શ્રેષ્ઠ પશુપાલન એવોર્ડ 2 ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ 3 પ્રા.શાળાઓમાંથી ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લેબ શાળાને શ્રેષ્ટ શાળા એવોર્ડ 4 પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા શાળાના એક-એક કર્મીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 5 તાલુકામાં ધો-10 અને 12માં એક થી ત્રીજા નંબરના વિદ્યાર્થીને એવોર્ડ 6 સુંદર સવલતો ધરાવતાં પંચાયત ઘરને શ્રેષ્ઠ પંચાયત ઘર એવોર્ડ 7 દરેક ગામમાં 90 થી વધુ વયના દાદા-દાીને વૃધ્ધ વય વંદના એવોર્ડ 8 તાલુકા પંચાયત કચેરીમાં શ્રેષ્ઠ કર્મયોગી કર્મચારી એવોર્ડ 9 તાલુકામાં શ્રેષ્ઠ કામગીરીમાં તલાટી કમ મંત્રી પૈકી શ્રેષ્ઠ કર્મયોગી તલાટી 10 કુદરતી હોનારત પશુમૃત્યૃમાં ખેડૂતને આપત્તિ પશુસહાય યોજનામાં અંદાજે 50હજાર 11 કુદરતી હોનારતમાં ખેડૂત ઘર તૂટી જવામાં રૂ.એક લાખ/ મરામત માટે રૂ.50હજાર 12 મા-બાપનું નાની વયે આકસ્મિક મૃત્યુમાં બાળકને શિક્ષણ માટે વાર્ષિક રૂ.5હજાર નિરાધાર શિક્ષણ સહાય - કારોબારીમાં 9 અને સામાજિક ન્યાય સમિતિમાં 5 સદસ્યની વરણી : તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપના મેન્ડેડ મુજબ કારોબારીમાં 9 અને સામાજીક ન્યાય સમિતિમાં 2 કો-ઓપ સાથે 5 સદસ્યોની વરણી કરાઇ હતી. ભાજપે કારોબારી ચેરમેન તરીકે અશ્વિનકુમાર ઠાકોર અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનપદે રમેશભાઇ મકવાણાને નિયુક્ત કર્યા છે. જોકે તાલુકા પંચાયતમાં હવે મળનાર આ બંન્ને સમિતિમાં સદસ્યો સત્તાવાર રીતે ચેરમેન નિયુક્ત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો