તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીના વળતાં પાણી:70 દિવસ બાદ ઉ.ગુ.માં 32 ડિગ્રી ગરમી, ઠંડી 11.5 ડિગ્રી, હવે 5 થી 7 ફેબ્રુઆરીએ નવો રાઉન્ડ

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

અનિયમિત પવનની દિશાના કારણે મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં 1-1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11.5 ડિગ્રીની પાર જતાં સમી સાંજથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી અનુભવાઇ હતી. જ્યારે દિવસનો પારો 32 ડિગ્રીએ પહોંચતાં સામાન્ય ગરમી અનુભવાઇ હતી. ઉત્તર ગુજરાતમાં 70 દિવસ બાદ તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત તા.24 નવેમ્બરે તાપમાન 32 ડિગ્રી હતું.ઉત્તર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનો ગરમીનો રેકોર્ડ 68 વર્ષ જૂનો છે. વર્ષ 1953ની 28 ફેબ્રુઆરીએ ડીસાનું તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ, આગામી તા.5 થી 7 ફેબ્રુઆરી સુધી ગાત્રો થિજાવતી ઠંડીનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો