તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ચિંતા:જિલ્લામાં ધો.10ના 31 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ધો.11માં પ્રવેશ માટે સમસ્યાના એંધાણ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક કરતાં ઉચ્ચ માધ્યમિકની 100 શાળા ઓછી હોઇ ધો.11માં પ્રવેશમાં મુશ્કેલી સર્જાશે

મહેસાણા જિલ્લામાં ધોરણ 10ના 31000 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના કારણે માસ પ્રમોશન મળતાં આગળના ધો.11માં પ્રવેશ માટેનો રાહ તો મળી ગયો છે, પરંતુ મર્યાદિત શાળાઓ અને વર્ગોના કારણે બધા વિદ્યાર્થીઓને સમાવવામાં વર્ગોની ખેંચતાણ સર્જાશે. કેટલાક આઇટીઆઇ, ડિપ્લોમા પ્રવેશ મેળવે તો પણ માધ્યમિક કરતાં ઉચ્ચત્તર માધ્યમિકમાં 100 શાળા ઓછી હોઇ વર્ગ વધારવા પડે તેવો ઘાટ સર્જાયો છે. જોકે, સરકાર વર્ગ વધારો આપે તો તે મુજબ નવા શિક્ષકો મૂકવા પડે આ સ્થિતિમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ધોરણ 11માં પ્રવેશની સમસ્યા સર્જાવાના સંકેતો સાંપડી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં માધ્યમિક 390 શાળાના ધોરણ 10ના કુલ 31હજાર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી પાસ થયા છે. હવે ઉચ્ચત્તર માધ્યમિકની 290 જેટલી શાળા છે.જયા ધોરણ 11 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહ પ્રવેશનો દૌર શરૂ થશે. એમાયે સાયન્સ પ્રવાહની શાળાઓ પ્રમાણમાં ઓછી હોઇ તેમાં વર્ગોની ઘટ વર્તાશે. શિક્ષક સૂત્રોએ કહ્યું કે આમ પણ વર્ગમાં 60 કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડે છે ત્યાં વર્ગમાં સંખ્યા મર્યાદા વધુ ન વધારવી જોઈએ ,વર્ગો વધારવા જોઈએ જેથી પૂરતું ધ્યાન આપી શકાય.

સરકાર વર્ગ વધારો તો નહીં કરે પણ વર્ગદિઠ સંખ્યા વધારશે: સંચાલકો
માસ પ્રમોશન પછી સરકાર શાળામાં વર્ગ ન વધારે તો વર્ગમાં એવરેજ સંખ્યાની મર્યાદા વધારશે. સરકાર વર્ગ વધારો નહીં કરે વર્ગમાં સંખ્યા વધારશે તેવું હાલ લાગી રહ્યું છે. વર્ગ વધારામાં શિક્ષકો મૂકવા પડે. વર્ગદિઠ 60 સંખ્યાની મર્યાદા હોય છે, ખરેખર તો આનાથી પણ વર્ગમાં ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકનું પૂરતું ધ્યાન કેન્દ્રીત થઇ શકે. > પ્રહલાદભાઇ પટેલ, પ્રમુખ મહેસાણા જિલ્લા શાળા સંચાલક એસો.

સરકારની સૂચના મુજબ પ્રવેશ અપાશે
હાલ તો ધો.10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે, ધો.11 પ્રવેશમાં વર્ગો વધારવા કે નહીં, નવી પૉલીસી સરકાર કક્ષાએથી આવે તે મુજબ પ્રવેશ પ્રક્રિયા કરાશે. > ર્ડા.એ.કે.મોઢ, જિલ્લા શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...