તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:જિલ્લાના 5 શહેરોની 273 હોસ્પિટલો-સ્કૂલો માટે પહેલીવાર મહેસાણામાં 30મીએ ફાયર NOC કેમ્પ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી મળ્યા બાદ નગરપાલિકા ચકાસણી કરી તેનો અહેવાલ કેમ્પમાં રિજનલ ફાયર ઓફિસરને સોંપશે
  • પ્રાદેશિક કમિશ્નરની મહેસાણામાં સીઓ સાથે બેઠક
  • તમામ ડોક્યુમેન્ટ હશે તેમને સ્થળ પર જ ફાયર એનઓસી આપી દેવાશે

જિલ્લામાં મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા અને કડી શહેરમાં અગ્નિશામક યંત્રની સિસ્ટમ લગાવેલી હોય એવી હોસ્પિટલો અને સ્કૂલોની જરૂરી દસ્તાવેજો સાથે અરજી મેળવી અને સ્થળ ચકાસણી કરી એનઓસી આપવા માટે પ્રથમવાર કેમ્પનું આયોજન કરાયું છે.

જે અંતર્ગત બુધવારે મહેસાણામાં પ્રાદેશિક કમિશ્નર અમીત પ્રકાશ યાદવે બેઠક યોજી પાંચ નગરપાલિકાના ચીફ ઓફિસરોને આગામી તા.30 પહેલાં હોસ્પિટલો અને સ્કૂલોની આધાર પુરાવા સાથે અરજીઓ મેળવી સ્થળ ચકાસણી કરી તા.30ના કેમ્પમાં રજૂ કરવા સૂચના આપી હતી. જેને પગલે પાલિકા અરજીઓ મેળવી હવે ચકાસણી કરશે અને તેનો અહેવાલ કેમ્પમાં રિજનલ ફાયર ઓફિસર સમક્ષ રજૂ કરશે. જેમાં ફાયર એનઓસી મળવાપાત્ર સંસ્થાને મળી જશે.

ફાયરના સાધનો, ઇમારતનો બહારથી અને અંદરથી ફોટો તેમજ લગાવેલી સિસ્ટમનો ટેસ્ટિંગનો વીડિયો પેનડ્રાઇવમાં આપવો પડશે

મહેસાણામાં 50 હોસ્પિટલ અને 40 સ્કૂલો, રજાના દિવસે પણ ફાયરટીમ કામગીરી કરશે ​​​​​​​મહેસાણા શહેરમાં 50 હોસ્પિટલો તેમજ 40 સ્કૂલો છે જેમના દ્વારા એનઓસી માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી નગરપાલિકામાં આવી રહી છે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, તા.27મી સુધી જરૂરી ડોક્યુેમન્ટ સાથે અરજીઓ મેળવ્યા પછી પાલિકા ફાયર ઇન્સપેક્ટર બે દિવસમાં સ્થળ ચકાસણી કરશે અને ફાઇલ તા.30મીના કેમ્પમાં રિજનલ ફાયર ઓફિસર સમક્ષ રજૂ કરશે. જેમાં સેફ્ટી સિસ્ટમમાં મળવાપાત્ર સંસ્થાને એનઓસી મળશે. તા.30મી સુધી રજાના દિવસોમાં પણ પાલિકાની ફાયર ટીમ આ કામગીરી માટે કાર્યરત રહેશે.

વિસનગર : તબીબો, આચાર્યો સાથે બેઠક
વિસનગર પાલિકા દ્વારા શાળાઓ અને હોસ્પિટલના તબીબો સાથે બુધવારે મિટિંગ યોજી હતી. જેમાં અગાઉ 40 હોસ્પિટલ અને 31 સ્કૂલોએ ફાયર એનઓસીની માગણી કરી હતી. ચીફ ઓફિસરે પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા હતા.

કડી : 18 હોસ્પિટલ અને 51 શાળાને સૂચના
કડી નગરપાલિકાએ 18 હોસ્પિટલ અને 51 શાળા-કોલેજોને બે દિવસમાં ફાયર એનઓસી લેવા અરજી કરવા સૂચના અાપી છે. ડાહ્યાભાઈ પી.પટેલ વિદ્યાસંકુલ પાસે ફાયર એનઓસી છે. કુલ 27 પૈકી 9 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી છે અને ગાંધીનગર ખાતે 18 શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલની અરજી પેન્ડિંગ હોવાનું ફાયર વિભાગના નિકુંજ પટેલે જણાવ્યું હતું.

વિજાપુર : આજે બેઠક કરી માર્ગદર્શન આપશે
વિજાપુર પાલિકાના ચીફ ઓફિસર મંટીલ પટેલે કહ્યું કે, અગાઉ 12 પૈકી 2 હોસ્પિટલે ફાયર એનઓસી મેળવેલી છે. હવે 10 હોસ્પિટલ અને 13 સ્કૂલોને એનઓસી માટે ગુરુવારે સવારે તબીબો અને શાળાઓના આચાર્યોની સંયુક્ત બેઠક યોજીશું.

ઊંઝામાં સર્વે હાથ ધરાયો, 20 હોસ્પિટલ-શાળાએ અરજી કરી
ઊંઝા શહેરમાં 20 શાળાઓ અને હોસ્પિટલે ફાયર એનઓસી માટે અરજી કરી છે. બાકી રહેતી સંસ્થાઓનો સર્વે કરાઇ રહ્યો છે. આગામી તા.27 સુધી નગરપાલિકામાં ડોક્યુમેન્ટ સાથે અરજી સ્વીકારાશે. વિજાપુર પાલિકાના ફાયર ઇન્સપેક્ટરને ઊંઝામાં ચકાસણી માટે ચાર્જ સોંપાયો હોવાનું ઇન્ચાર્જ ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું.

આ પુરાવા ફાયર એનઓસી માટે જરૂરી છે
નિયત ડ્રાફ્ટમાં અરજી {ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રૂ.300ના સ્ટેમ્પ પર નોટરી સાથે (સિસ્ટમ હોય તો)
બાંહેધરીપત્રક રૂ. 300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરીને આપવાનો રહેશે.
ફાયરના સાધનોનું રિફિલીંગ, ખરીદી બિલની નકલ
ઇલેકટ્રીકલ ટેસ્ટ સર્ટી અને બાંહેધરીપત્રક {લિફ્ટ લાયસન્સ (હોય તો)
વિકાસ પરવાનગી/ બીયુ/ બાંધકામની રજાચિઠ્ઠી, ફેક્ટરી લાયસન્સની નકલ (આ પૈકી લાગુ પડતી)
ઇમારતનો સક્ષમ સત્તા દ્વારા મંજૂર પ્લાન નકલ અથવા માલિકોનો પુરાવો.

પેન ડ્રાઇવમાં વીડિયો, ફોટો, ફાઇલ રજૂ કરવા
ફાયરના સાધનોના કલર ફોટો તેમજ ઇમારતનો બહારથી તેમજ અંદરથી ફોટો, ચાર પ્રકારની સિસ્ટમ હાયદ્રન્ત, હોજરીલ, સ્પ્રીન્કલર, ડિટેકશન સિસ્ટમ પૈકી જે સિસ્ટમ હોય તેનો વીડિયો તેમજ ટેસ્ટિંગનો વીડિયો, એલાર્મ સિસ્ટમ હોય તો તેનો ફોટો અને ટેસ્ટિંગ વીડિયો તેમજ ઇમારતનો મંજૂર પ્લાન (નકશો)ની પીડીએફ ફાઇલ 10 થી 20 એમબીની લાવવાની રહેશે. આ તમામ પેનડ્રાઇવમાં નગરપાલિકાને આપવાની રહેશે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો