નિર્ણય:મહેસાણામાં ફાયર સ્ટેશનની ભરતીમાં 308 અરજીઓ રદ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પાલિકામાં પસંદગી સમિતિની બેઠકમાં નિર્ણય કરાશે
  • 21 જગ્યાની ભરતીમાં 370ની અરજીઓ માન્ય

મહેસાણામાં જિલ્લા કક્ષાના મુખ્ય ફાયર સ્ટેશનમાં વિવિધ કેડરની 21 જગ્યા માટે મળેલી 678 અરજીની ચકાસણી બાદ અધૂરા ડોક્યુમેન્ટ અને ગેરલાયક ઠરતાં 308 અરજીઓ રદ થઇ છે. જ્યારે 370 અરજીઓ માન્ય રહી છે. ગુરુવારે નગરપાલિકામાં પસંદગી સમિતિના ચેરમેન દેવેશ પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ચર્ચા કરાશે.

પાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિભાગીય ફાયર અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસર, નાયબ હિસાબનીશ, ક્લાર્ક, લીડિંગ ફાયરમેન, ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટર, ફાયરમેન કમ ડ્રાઇવરની ભરતી પ્રક્રિયા કરાઇ છે. જેમાં સ્ક્રૂટીનીના અંતે માન્ય અરજીઓ પૈકી ક્લાર્ક અને નાયબ હિસાબનિશની જગ્યા માટેના અરજદારોને માત્ર લેખિત કસોટી આવશે. જ્યારે બાકીના અરજદારોને લેખિત અને શારીરિક બંને કસોટી આવશે.

આ કારણે અરજી રદ થઇ
1. રૂ.250નો ડિમાન્ડ ડ્રાફ્ટ ન હોવો
2. ટેકનિકલ લાયકાત ન હોવી
3. અનુભવ પૂરતો ન હોય
4. ઉંમર ન થવી
5. ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું

અન્ય સમાચારો પણ છે...