નિર્ણય:મહેસાણામાં 3.90 કરોડનાં 30 કામો એકઝાટકે મંજૂર

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સરકારે 50 લાખ સુધીના કામની સત્તા આપતાં મહેસાણા પાલિકાએ તાંત્રિક-વહીવટી સમિતિની બેઠક યોજી
  • આંગણવાડી, મધ્યાહન ભોજનશેડ, સીસી રોડ, ભૂગર્ભ ગટર, સર્વિસ સેન્ટર, સ્ટ્રીટલાઇટ સહિતના કામો હાથ ધરાશે

શહેરી વિકાસ સહિતની યોજનાઓના નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાતાં કામોમાં ઝડપ લાવવા વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પ્રાદેશિક કમિશ્નર કચેરીથી મળતી હતી. તેમાં અ વર્ગની પાલિકામાં 50 લાખ સુધીના કામોની મંજૂરી પાલિકા કક્ષાએ જ આપવાની છૂટછાટ બાદ મહેસાણા પાલિકાએ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ સ્થાનિ કક્ષાએ સમિતિની બેઠક યોજી એકસાથે રૂ.3.90 કરોડના 30 કામો મંજૂર કર્યા છે.

પ્રાદેશિક કચેરી સુધીની પ્રક્રિયા ટળી જતાં 9 મહિના કામ ચાલુ થવામાં લાગતા હતા, જે હવે છ મહિનામાં શરૂ થઇ શકશે. મંગળવારે ચીફ ઓફિસર અલ્પેશ પટેલની અધ્યક્ષતામાં સમિતિ બેઠક યોજાઇ હતી. સામાન્ય સભાએ મંજૂરી આપેલા 30 કામોની ચકાસણી કરી વહીવટી તાંત્રિક મંજૂરી આપી હતી. જે પૈકી હવે લોક ભાગીદારી સિવાયના કામોમાં સીધા ટેન્ડર કરી પાલિકા કામો શરુ કરાવી શકશે.

મંજૂર કરાયેલા કામો પાછળ થનાર ખર્ચની વિગત
1. શાળા નં-.5માં મધ્યાહન ભોજનશેડ : રૂ.4,63,125
2. શાળા નં.8માં મધ્યાહન ભોજનશેડ : રૂ.8,47,355
3. મોહનપરા આંગણવાડી : રૂ.8,43,123
4. જનતાનગર આંગણવાડી : રૂ.7,83,326
5. ડમ્પિંગ સાઇડ 50 મેટ્રિક ટનનો વેબ્રિજ : રૂ.11,90,600
6. કચરાની ગાડી માટે સર્વિસ સેન્ટર : રૂ.1,81,460
7. સ્ટ્રીટલાઇટ 130 પોલ (પેકેજ-1) : રૂ. 49,00,530
8. સ્ટ્રીટલાઇટ 78 પોલ (પેકેજ-2) : રૂ.28,48,530
9. દેલા વસાહત મિનિમાસ લાઇટ : રૂ.58,770 10. અભિવન બંગ્લોઝ ભૂગર્ભ ગટર : રૂ.20,83,924
11. સરોવર પોલીસ ચોક-સમર્પણ ચોક ગટર : રૂ.13,84,178
12. આકાશ બંગ્લોઝ ગેટથી વરસાદી લાઇન : રૂ.5,10,100 13. પરા આડીઓળમાં સીસી રોડ : રૂ. 1286030
14. અલહુસેની હાઉસિંગ સોસાયટી પેવર બ્લોક : રૂ. 370510
15. પાટીદાર પ્લાઝા,દ્વારકાપુરી ફ્લેટ સી.સીરોડ : રૂ. 404630 16. શિવમ હેરિટેઝ સોસાયટીમાં સી.સીરોડ, પેવર બ્લોક : રૂ. 3812010
17. ગાંધીનગર લીંક રોડ ઇસ્કોન રેસીડેન્સી પેવર બ્લોક : રૂ. 511310
18. મોહનપરા સંકલ્પ બંગ્લોઝમાં સી.સીરોડ, પેવર બ્લોક : રૂ. 2584420
19. નાગલપુર રાવપુરા સોસાયટી સી.સી રોડ : રૂ. 1125910
20. સોનલ ફ્લેટ બી,સી વિભાગ સીસી રોડ : રૂ. 789160
21. દુષ્યંત બ્ગલોઝ સી.સી રોડ, પેવર બ્લોક : રૂ. 1190990
22. શાકુંતલ બંગ્લોઝમાં સી.સી રોડ, પેવર બ્લોક : રૂ. 778090 23. લકી પાર્ક સોસાયટીમાં રોડ રીસર્ફેસીંગ : રૂ. 787310
24. ડી.વી.પાર્ક સોસાયટી સી.સી રોડ : રૂ. 941000
25. લીમ્બચનગર સોસાયટી સી.સી રોડ : રૂ. 1002070
26. શ્રી ગાડી લુહારીયા કો.ઓ.હા. સોસાયટી : રૂ. 738380
27. ગંગાસાગર સોસાયટી સી.સી રોડ : રૂ. 787310
28. વિજયનગર કો.ઓ.હાઉસીંગ સી.સી રોડ : રૂ. 1372600
29. આકાશ બંગ્લોઝના મંજુર વિસ્તારમાં સી.સી રોડ : રૂ. 841430
30. શિવમ ફ્લેટમાં સી.સી રોડ : રૂ. 661370

અન્ય સમાચારો પણ છે...