તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:યુવાનો આર્મીમાં પસંદગી પામે તે માટે મહેસાણા જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા 30 દિવસ ટ્રેનિંગ અપાશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 132 અરજીઓ કચેરીને મળી
  • ટ્રેનિંગ દરમિયાન દૈનિક 100 રૂ સ્ટાઈપેન્ડ પણ આપશે

મહેસાણા જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાળ મળી રહે તે માટે અનેક સરકારી ભરતીઓ તેમજ ખાનગી કંપનીઓમાં પડતી ભરતી અને નોંધાયેલા બેરોજગાર યુવાનોને ગાઈડલાઈન કરતી હોય છે. આગામી સમયમાં 5 ઓગસ્ટે ગોધરા ખાતે લશ્કરી મેળો યોજશે જેમાં મહેસાણા રોજગાર કચેરી દ્વારા યુવાનોને આર્મીમાં પસંદગી પામે તે માટે 30 દિવસ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમજ મહેસાણાના 30 જેટલા યુવાનોને પસંદ કરી ભરતી મેળામાં મોકલવામાં આવશે.

મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 30 દિવસના નિઃશુલ્ક પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 જુલાઈના રોજ આ વર્ગની શરૂઆત કરવામા આવશે. જેમાં માત્ર હવે સ્થળ પસંદગીની કામગીરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.

આ પ્રશિક્ષણ કેમ્પમાં રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે. જેમાં દરેક ઉમેદવારને રોજના રૂ 100 પ્રમાણે સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા માંગતા યુવાનો બેરોજગાર પાસેથી જાન્યુઆરી મહિનાથી રોજગાર વિનિમય કચેરીએ અરજીઓ માંગવામાં આવી હતી જેમાં નિઃશુલ્ક કેમ્પમાં પ્રશિક્ષણ મેળવવા માટે 132 યુવાનોએ રસ દાખવ્યો હતો અને સરજીઓ કરી હતી.

પ્રશિક્ષણ કેમ્પમાં ટ્રેનિંગ લેનાર બેરોજગાર યુવાનોમાંથી 30 જેટલા યુવાનોની પસંદગી કરવામાં આવશે અને તેમણે ગોધરા ખાતેના લશ્કરી મેળામાં મોકલવામાં આવનાર છે. જેનો ખર્ચ પણ રોજગાર કચેરી ભોગવશે. રોજગાર વિનિમય કચેરીના આ અભિગમના કારણે મહેસાણા જિલ્લાના યુવાનોને લશ્કરમાં ભરતી થવાની તક મળવાથી લશ્કરમાં જવા ઈચ્છતા યુવાનોમાં દેશની સેવા કરવા માટેનો અનેરો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...