કડી તાલુકામાં અલગ-અલગ અકસ્માતમાં બેના મોત થયા હતા. ખંડેરાવપુરામાં ટ્રેકટર રીવર્સ લેતા સમયે ટ્રોલી નીચે આવતા 3 વર્ષની બાળકીનું અને અગોલ પાસે ટ્રક પલટી જતા યુવકનું મોત થયુ હતુ. ખંડેરાવપુરાની બિપિનભાઈ પટેલની સ્વગ્રામ સ્કીમમાં મજૂરી કરતાં મધ્યપ્રદેશના જામ્બુવાના ભીમફળીયા ગામના મજૂરની 3 વર્ષિય દિકરી ચંદ્રિકા રોડ ઉપર રમતી હતી તે સમયે લક્ષ્મણપુરાના નિકેશ રમેશભાઈ મસારે પોતાનું ટ્રેકટર રીવર્સ લેતા ટ્રોલી નીચે બાળકી આવી જતા મોત થયુ હતુ.
બહુચરાજીના ચંદ્રોડાના અહેમદભાઈ જુસબભાઈ નાગોરી આઈસર ટ્રકમાં ઘાસના પૂળા ભરીને અગોલ તરફ જતા હતા ત્યારેે પલટી મારતા શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના પ્રહલાદ સોમાભાઈને ઈજાઓ થતાં ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.