ખેરાલુના 3 ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ:પાણી મુદ્દે ખેરાલુના 3 ગામ ત્રીજી વખત ચૂંટણીનો બહિષ્કાર કરશે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરેઠા, ડાવોલ, ડાલીસણાના લોકોએ સ્થાનિક સ્વરાજની 2 ચૂંટણીનો બહિષ્કાર કર્યો
  • સરકારની 50 ટકા કામગીરી છતાં પણ ગ્રામજનોમાં અસંતોષ

ધરોઇ ડેમથી માત્ર 25 કિલોમીટરની રેન્જમાં આવતાં ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા ગામના ગ્રામજનો માટે કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ ઘડાયો છે. જમીનથી 200 મીટર અંદર પથરાળ જમીન સિંચાઇના પાણીની સમસ્યાનું મોટુ કારણ છે. ચોમાસું સારૂ જાય તો એકાદ સિઝન નીકળે બાકી પરિસ્થિતિ વિકટ રહે છે. સિંચાઇના પાણી મુદ્દે છેલ્લા અઢી વર્ષથી ત્રણેય ગામના ગ્રામજનોએ સરકાર સામે સામુહિક બાયો ચડાવી છે. માતાજીના મંદિરે પાણી નહિં તો મત નહિંની લીધેલા સોંગધ બે વાર પાળ્યા હોય તેમ લોકસભા બાદ સ્થાનિક સ્વરાજની 2 ચૂંટણીનો બહિષ્કાર કરી ચૂક્યા છે.

વિસનગર-અંબાજી હાઇવે પર આવેલા ખેરાલુના વરેઠા, ડાવોલ અને ડાલીસણાના ગ્રામજનોએ ગત લોકસભાની ચૂંટણી બાદ પાણી નહિં તો મત નહિં કોલ લીધા હતા. લીધેલા કોલ ગત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાળ્યા હોય તેમ ત્રણેય ગામે સંપૂર્ણ બહિષ્કાર પણ કર્યો. હવે વિધાનસભાની સામાન્ય ચૂંટણીને માત્ર 11 દિવસ બાકી છે. જિલ્લાના અન્ય ગામડાઓની જેમ અહીં પણ રાજકિય પક્ષો ચૂંટણી પ્રચાર માટે બેઠકો કરે છે. લગભગ 6 હજારનું મતદાન ધરાવતાં ગ્રામજનો અતિથિ દેવો ભવ:ની લાગણી રાખી રાજકિય આગેવાનોને સાંભળે પણ છે.

પણ જ્યારે મતદાન કરશો તેવું પુછ્યું ત્યારે જવાબ મળ્યો લીધેલા સોંગધ કેવી રેતી તોડાય. સિંચાઇના પાણીની ચળવળના કોઇ આગેવાનો નથી. આગેવાનો કેમ નથી પ્રશ્નનો જવાબ મળ્યો આગેવાન હોય તો સમજાવટની બેઠક મળે એટલે ત્રણેય ગામડા તમામ ગ્રામજનો આગેવાન છે. 2 વખત ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો શું લાભ મળ્યો ? કામ થયું ? પ્રશ્નનો જવાબ મળ્યો કે, વરેઠાના તળાવમાં પાણી આપ્યું પણ એ પર્યાપ્ત નથી.

અન્ય સમાચારો પણ છે...