તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:યુવતી સાથે મિત્રતા રાખવા બાબતે હુમલો કરનાર 3 ને 3 વર્ષની સજા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહેસાણાના સાડા ચાર વર્ષ પહેલાંના બનાવમાં ચીફ કોર્ટનો ચુકાદો

અગાઉ ગણપત વિદ્યાલયમાં પરીક્ષા આપવા ગયેલા યુવકને તેની ગર્લફ્રેન્ડે ફોન કરી મહેસાણા બોલાવ્યા બાદ તેના પર હુમલો કરનારા 3 આરોપીઓને મહેસાણા ચીફ કોર્ટે 3 વર્ષની કેદની સજા કરી હતી, મહેસાણાનો સ્મિત યોગેશભાઇ પટેલ અને તન્વી મહેશભાઇ વચ્ચે મિત્રતા થઇ હતી.

24 મે, 2016ના રોજ સ્મિત ખેરવા ગણપત વિદ્યાલયમાં પરીક્ષા આપવા ગયો તે વખતે તેની મિત્ર તન્વીએ ફોન કરીને મહેસાણા પિલાજીગંજ નટરાજ હોટલ આગળ મળવા બોલાવતા યુવાન બાઇક લઇ સ્થળે પહોંચી યુવતી સાથે વાત કરે તે પહેલાં કારમાં આવેલા સૌરભ પટેલ સહિતે તેને મારમારી ગાડીમાં બેસાડી મહેસાણા- ઊંઝા હાઇવે પર ફતેપુરા પાટિયા નજીક લઇ જતાં સ્મિતનો ભાઇ હર્ષ મળતાં તેને પણ મારમાર્યો હતો.

જે અંગે સ્મિત પટેલે એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં સૌરભ વિષ્ણુભાઇ પટેલ, નવીન ઉર્ફે નરેશ ભગવાનભાઇ પટેલ (છઠીયારડા), તન્વી મહેશભાઇ પટેલ (તરેટી), બાબુ શીવરામભાઇ પટેલ (સુરત) અને દશરથ મણિભાઇ પટેલ (છઠિયારડા) સામે ગુનો નોંધાવ્યો હતો.

આ કેસ મહેસાણા ચીફ જ્યુડિશિયલ જજ રાકેશ જે.પટેલ સમક્ષ ચાલતાં સરકારી વકીલ પિયુષભાઇ દવે અને ફરિયાદી તરફે હાજર એમ.આર. મન્સુરીની દલીલોને સાંભળી કોર્ટે આરોપી સૌરભ પટેલ, નવિન પટેલ અને બાબુ પટેલને આઇપીસી 325ના ગુનામાં 3 વર્ષની કેદ અને રૂ.3 હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે તન્વી પટેલ અને દશરથ પટેલને સારી વર્તણૂંક માટે 2 વર્ષ માટેરૂ.10 હજારના સ્થાનિક વસવાટ ધરાવતા જામીન પર મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો