રક્તદાન:મહેસાણાના 3 સગાભાઇએ મળી 190 વખત રક્તદાન કર્યું

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાપતિ પરિવારના ત્રણેય ભાઇઓએ 2500 જેટલા યુવાનોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા

મહેસાણા શહેરના મોઢેરા રોડ પરની સરદારધામ સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ પરિવારના 3 ભાઇઓએ અત્યાર સુધીમાં 190 વખત રક્તદાન કરી ચૂક્યા છે. જ્યારે 2500 જેટલા યુવાનોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા છે.

રાજુભાઇ ફુલચંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 30 વર્ષ પહેલાં 1993માં એક સગર્ભાને ઇમરજન્સીમાં રક્તની જરૂર હતી. સદનસીબે રક્તદાન કરવાનો એ લાભ મને મળ્યો. પ્રથમ વખત જ્યારે રક્તદાન કરી જે ખુશી મળી તેને લઇ સમયાંત્તરે રક્તદાન કરવાનું શરૂ કર્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધીમાં હું 101 વખત રક્તદાન કરી ચૂક્યો છે.

જેમાં કોરોના સમયે 20 વખત પ્લાઝા માટે રક્તદાન કર્યું હતું. 65 વર્ષની ઉંમર સુધીમાં 175 વખત રક્તદાન કરવાનો નિર્ણય લીધો છે. મારાથી પ્રેરિત થઇ મારા મોટાભાઇ જીતુભાઇ અત્યાર સુધી 70 વખત અને મારા નાના ભાઇ કૃષ્ણભાઇ 20 વખત રક્તદાન કરી ચૂક્યા છે. ત્રણેય ભાઇઓએ અત્યાર સુધીમાં 2500 જેટલા યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા છે. ગત 1 જાન્યુઆરી, 2023ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં 651 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...