તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ રેડિયો દિવસ:છેલ્લા 40 વર્ષમાં 3 રેડિયો બદલ્યા, સમય સાથે તાલ મિલાવતાં હવે મોબાઇલમાં રેડિયો સાંભળે છે

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુરના રણાસણના 60 વર્ષિય વૃધ્ધનો રેડિયો પ્રત્યેનો પ્રેમ

યુનેસ્કો દ્વારા 2012 માં 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો દિવસ તરીકે જાહેર કર્યો હતો. ચાલુ સાલે 9 મા વર્લ્ડ રેડિયો દિવસની ઉજવણી પ્રસંગે વાત કરીએ વિજાપુર તાલુકાના રણાસણ ગામના 60 વર્ષના અશોકભાઇ ઉર્ફે શંકરલાલ ડાહ્યાભાઇ સુથાર. અશોકભાઇ કહ્યું હતું કે, 1981 માં 20 વર્ષની ઉંમરે ગામમાં સાયકલ પંકચરની દુકાન કરી હતી. એ સમયે ગીતો સાંભળવાનો શોખ હોઇ પ્રથમ રેડિયો રૂ.200 માં ખરીદ્યો હતો.

હવે મોબાઇલમાં રેડિયા સાંભળે છે
સમય સાથે રેડિયા પ્રત્યેનો પ્રેમ વધતો ગયો અને રેડિયો સાંભળવો એ દિવસની દિનચર્યા બની ગઇ. આ દિનચર્યાને લઇ કામની સાથે દરરોજના 10 કલાક રેડિયો સાંભળવા નિકળી જતાં હતા. છેલ્લા 40 વર્ષમાં 3 રેડિયો બદલ્યા છે અને તમામ રેડિયો હજુ સુધી સાચવી રાખ્યા છે. આજના સમયે હવે રેડિયો સાથે રાખવો થોડું મુશ્કેલી ભર્યું હોઇ દોઢ વર્ષ પહેલાં એક મોબાઇલ વસાવ્યો છે. એમાં જ હવે રેડિયો સાંભળું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો