તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટાચૂંટણી:3 તા.પં. અને 2 પાલિકામાં ખાલી બેઠકની 3 ઓક્ટોબરે પેટાચૂંટણી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા વોર્ડ નં.11, વડનગરમાં વોર્ડ 7ની એક બેઠકની ચૂંટણી
  • વડસ્મા, રાણપુરા અને ડાલીસણા તા.પં.ની ખાલી બેઠક માટે ચૂંટણી, 13મીએ જાહેરનામુ પ્રસિદ્ધ થશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ મહેસાણા જિલ્લામાં બે નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતમાં ખાલી પડેલી એક-એક બેઠક માટે આગામી 3 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે.

જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 13 સપ્ટેમ્બરે ચૂંટણી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર છે અને તેની ચકાસણી 20 સપ્ટેમ્બરે કરાશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે. 3 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 5 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે. આ સાથે આજથી જ આ વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઇ છે.

નગરપાલિકા અને તા.પં.માં ખાલી બેઠકની પેટાચૂંટણી

તાલુકા પંચાયત બેઠક

મહેસાણા 32-વડસ્મા બિનઅનામત

સતલાસણા 7-રાણપુરા બિનઅનામત

ખેરાલુ 7-ડાલીસણા બિનઅનામત

નગરપાલિકા બેઠક પ્રકાર વોર્ડ નંબર

મહેસાણા સામાન્ય સ્ત્રી (બીજી) વોર્ડ-11

વડનગર સામાન્ય સ્ત્રી (પ્રથમ) વોર્ડ-07

અન્ય સમાચારો પણ છે...