જુગારધામ પર પોલીસની રેડ:નંદાસણના કરજીસણ ગામ નજીક જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનો લઈને જુગાર રમવા આવેલા અન્ય ઇસમો પોલીસને જોઈ ફરાર થયા

મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ પોલીસ મથકના સ્ટાફના માણસોએ બાતમીના આધારે કરજીસણ ગામે હાડવી તરફ જતા રોડ પાસે જુગાર ધામ ચાલતું હોવાની જાણ થતાં રેડ કરી હતી. રેડ દરમિયાન ત્રણ જુગારી ઝડપાઇ ગયા હતા, જ્યાં પોલીસે રૂપિયા ચાર લાખના મુદ્દામાલને કબ્જે કરી ઝડપાયેલા અને ફરાર થયેલા જુગારીયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

નંદાસણ પોલીસ મથકની હદમાં આવેલા કરજીસણ ગામે હાડવી તરફ જતાં રોડ પર ચોકડી પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા નંદાસણ પોલીસે બાતમી વાળી જગ્યા પર જઇને રેડ કરી હતી. રેડ દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી, જ્યાં ઠાકોર જીગ્નેશ, સોલંકી ટીનો અને દંતાણી શ્રવણ આ ત્રણ જુગારીયાઓ ઝડપાયા હતા.

તપાસ દરમિયાન પોલીસે રૂ. 14 હજાર 570 રોકડા, 2 મોબાઈલ કિંમત રૂ. 5500, 4 વાહનો જેની કિંમત રૂ. 3 લાખ 80 હજાર મળી કુલ રૂપિયા 4 લાખ 70 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઠાકોર રમેશ સહિત વાહનો મૂકી ફરાર થયેલા જુગારીયાઓને ઝડપવા પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...