ઝુંબેશ:GJ સિરીઝના 3 લાખ મતદારો હવે ચૂંટણીકાર્ડમાં કલર ફોટો કરાવી શકશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી વિભાગ દ્વારા નવેમ્બર મહિનામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ
  • ફોર્મ ભરી સુધારો કરાવી શકાશે, જેમાં નવા ફોટા સાથે નંબર પણ નવો આવશે

દેશભરમાં વયસ્ક મતદારોના ઓળખકાર્ડમાં ફોટો બ્લેક એન્ડ વાઇટ હતો અને તેમાં સુધારો થઇ શકતો નહોતો. હવે દેશમાં આવા કાર્ડધારકો ફોર્મ નં.8 ભર્યે નવા કલર ફોટા સાથે ઓખળકાર્ડનો નંબર પણ બદલાઇને નવો જનરેટ થઇ આવશે. મહેસાણા જિલ્લામાં આવા જીજે સિરીઝના ત્રણ લાખથી વધુ મતદારો છે કે જેમના ચૂંટણી ઓળખકાર્ડમાં હજુ બ્લેક એન્ડ વાઇટ ફોટો છે, ત્યારે આવા મતદારો નવેમ્બર મહિના દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી કે રવિવારે નજીકના મતદાન મથકે ખાસ ઝુંબેશ સ્થળે જઇ બીએલઓને ફોર્મ નં.8 ભરીને સુધારા માટે અરજ આપી શકશે.

જેમના નવા ઓળખકાર્ડ નબંર જનરેટ સાથે ફોટો પણ કલર થઇ એપીકકાર્ડ આવશે તેમ ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું હતું.ઘણા લાંબા સમયથી જીજે સિરીઝના ચૂંટણીકાર્ડ ધરાવતા મતદારોને કાર્ડ અપડેટ કરવામાં ટેકનિકલ કારણોસર મુશ્કેલી સર્જાતી હતી. જોકે, હવે ચૂંટણીપંચ દ્વારા દેશમાં સિરીઝ કાઢી મતદારે એક જ નંબરના ઓળખકાર્ડ મળી રહે તેવું નક્કી કરાયું છે.

જેમાં જીજે સિરીઝના મતદારોએ એપીકમાં ફોટો સુધારા-વધારાના દરવાજા ખુલ્યા છે. જીજે સિરીઝના મતદારો માટે ફોર્મ નં.8 નામ, સરનામુ વગેરે સુધારા વધારા માટે હોય છે. આવો સુધારો કરાવવો હોય કે માત્ર ફોટો બદલાવો હોય તો પણ આ ફોર્મ ભરી આપ્યે નવા નંબર સાથે એપીકકાર્ડ જનરેટ થઇને આવશે તેવી નવતર વ્યવસ્થા કરાઇ છે. દરેક મતદાન મથકે નવેમ્બર મહિનાની તા. 14, 21, 27 અને 28 ના રોજ બીએલઓ હાજર રહેશે અને ફોર્મ ભરીને આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...