રાજ્યમાં વરસાદી માહોલ:ઊંઝા અને વાવ તાલુકામાં વીજળી પડતાં 3નાં મોત; ઇડરમાં 2, અમરેલીના બાબપુરમાં 2 ઇંચ વરસાદ

મહેસાણા, અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધનસુરામાં મોડી સાંજે વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ભરાયા હતા. - Divya Bhaskar
ધનસુરામાં મોડી સાંજે વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ભરાયા હતા.
  • ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા બે લો-પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ
  • ઉત્તર ગુજરાતના 34 તાલુકામાં હળવાથી માંડી પોણા બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં રચાયેલા બે લો-પ્રેશર અને બે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ઇડરમાં 2 અને ખેડબ્રહ્મામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો.

પાટણ અને જોટાણામાં 1.50 ઇંચ, સરસ્વતી, લાખણી, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 1.25 ઇંચથી સામાન્ય વધુ, સિદ્ધપુર, મહેસાણા, વિસનગર અને ઊંઝામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો.કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદ વચ્ચે મહેસાણા અને બનાસકાંઠામાં વીજળી પડવાના બે બનાવોમાં 3 વ્યક્તિઅોના મોત થયા હતા, જ્યારે 1 ને ગંભીર ઇજાઅો પહોંચી હતી. સાબરકાંઠામાં 24 કલાક દરમિયાન જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામા મેહુલીયાઅે વિરામ લીધાે છે. જાે કે અાજે અમરેલી તાલુકાના બાબાપુરમા સાંજના સાડા પાંચેક વાગ્યે મેઘમહેર ઉતરી અાવી હતી. અહી અનરાધાર બે ઇંચ વરસાદ પડી જતા વાડી ખેતરાેમા પાણી ભરાઇ ગયા હતા. અાસપાસના ગ્રામ્ય વિસ્તારાેમા પણ દાેઢ ઇંચ જેટલાે વરસાદ ખાબકી ગયાે હતાે.

ઊંઝાના ઉપેરા ગામે ધાર્મિક કાર્યક્રમ વખતે વીજળી પડી
ઊંઝાના ઉપેરા ગામના માતાજીના મંદિરે ઉજવણી ચાલી રહી હતી ત્યારે બપોરે 3.30 કલાકની અાસપાસ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદથી બચવા લોકો મંદિરમાં તેમજ કેટલાક લોકો નજીકમાં લીમડાના વૃક્ષ નીચે શરણ લીધી હતી. દરમિયાન લીંમડાના વૃક્ષ પર વીજળી પડતાં નીચે ઉભેલા જીતેન્દ્રકુમાર પી. પ્રજાપતિ (રહે.સિદ્ધપુર) અને સનિલકુમાર ડી.ઠાકોર(રહે.ઉપેરા) ઉપર વીજળી પડતાં બંનેનું મોત થયું હતું. જ્યારે રાહુલજી અેસ.ઠાકોર (રહે.ઉપેરા) ને ગંભીર ઇજા પહોંચી હતી. બીજી બાજુ વાવના માડકા ગામની સીમમાં વીજળી પડતાં સંગીતાબેન ધેગાજી રાજપૂતનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...