મારામારી:સતલાસણા તાલુકાના ટીંબા ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણને ઇજા, 11 સામે ગુનો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા રહેતા વૃદ્ધ પોતાની જમીનમાં જેસીબીથી સફાઈ કરી રહ્યા હતા ત્યારે માથાકૂટ
  • આનંદભાખરીના યુવકે લાફાવાળી કરી અને મહિલાઓએ પકડી શર્ટ ફાડી નાખ્યો

સતલાસણાના ટીંબા ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે થયેલી તકરારમાં 3 જણાને ઇજા થઇ હતી. સતલાસણા પોલીસે બંને પક્ષના 11 શખ્સો સામે ફરિયાદ નોંધી છે.મહેસાણા રાજકમલ પેટ્રોલ પંપ પાછળ દેવીપાર્ક સોસાયટીમાં રહેતા રણછોડભાઈ પટેલ શુક્રવારે પુત્ર અમિત સાથે ટીંબા ગામે તેમના ખેતરે ગયા હતા.

જ્યાં જેસીબીથી સેઢાની સફાઈ કરવાનું કામ ચાલુ હતું ત્યારે આનંદ ભાખરીના પટેલ પરેશ ચીમનભાઈ, કિરીટ હરિભાઈ પટેલ, રમણભાઈ પટેલ અને તેમની સાથે પરેશભાઈના પત્ની, ચીમનભાઈની પત્ની ઇન્દિરાબેન તેમજ કિરીટભાઈની પત્ની સંગીતાબેને જેસીબીની કામગીરી અટકાવી દઈ રણછોડભાઈ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પરેશભાઈએ લાફા માર્યા હતા. તેમજ બે મહિલાએ શર્ટ ફાડી નાખ્યો હતો. ટોળામાં રમણભાઈ પટેલે બેઠો માર માર્યો હતો. છોડાવવા જતાં પુત્ર અમિતભાઈ અને ભરતભાઈને પણ પથ્થર મારવા જતાં અમિત ખસી જતાં તેના પેટ પર ઇજા થઈ હતી.

બંને પક્ષે સામ-સામે નોંધાયેલી ફરિયાદ
1. પરેશભાઈ કાનજીભાઈ પટેલ
2. ચીમનભાઈ કાનજીભાઈ પટેલ
3. કિરીટભાઈ બાબુભાઈ પટેલ
4. હરિભાઈ વાલજીભાઈ પટેલ
5. રમણભાઈ નથ્થુભાઈ પટેલ
6. મનીષાબેન પરેશભાઈ પટેલ
7. ઇન્દિરાબેન ચીમનભાઈ પટેલ
8. સંગીતાબેન કિરીટભાઈ પટેલ
(રહે. તમામ આનંદ ભાખરી, તા.સતલાસણા)
9. પટેલ રણછોડભાઈ અમથાભાઈ
10. પટેલ અમિત રણછોડભાઈ
11. ભરતભાઈ પટેલ (રહે. દેવીપાર્ક સોસાયટી, મહેસાણા)

અન્ય સમાચારો પણ છે...