તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:કડીમાં રામનવમીની ધજા લગાવવા મારામારીમાં 3 હોમગાર્ડને 3 વર્ષ કેદ

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2016માં ગાંધીચોકમાં રાત્રે ધજાપતાકા લગાવતાં કાર્યકરો સાથે મારામારી કરી હતી
 • મહેસાણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો, રૂ.500 દંડ કર્યો

કડીના ગાંધીચોકમાં આજથી સાડા ચાર વર્ષ અગાઉ રામનવમી નિમિત્તે રાત્રે ઘજાપતાકા લગાડતા કાર્યકરો સાથે હોમગાર્ડ જવાનોએ મારામારી કર્યાની ફરિયાદનો કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતાં દોષિત ત્રણ હોમગાર્ડને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 500 દંડનો હુકમ કોર્ટે કર્યો હતો. આ કેસમાં 4 પૈકી એક આરોપીનું અવસાન થયેલું છે.

કડી શહેરમાં 11 એપ્રિલ, 2016એ ગાંધીચોકમાં કાર્યકરો નીખીલ પટેલ, ધવલ ગજ્જર વગેરે ધજા પતાકા લગાડતા હતા, ત્યારે જોવા આવેલા દિનેશ માણેકભાઇ પટેલ અને હોમગાર્ડના માણસો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા હોમગાર્ડ કલ્પેશ રાઠોડ, ધર્મેશ રાઠોડ, લક્ષ્મણ રાઠોડ અને ગીરીશ રાઠોડે દિનેશ પટેલ સાથે ઝપાઝપી કરી તેમની ગાડીના કાચ ધોકા મારી તોડી નાખ્યા હતા. આ સમયે હોબાળો થતાં છોડાવવા વચ્ચે પોલા કાર્યકરોનાં પણ કપડાં ફાડી નાખ્યા હતા. જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસ મહેસાણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એલ. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પરેશભાઇ કે. દવેએ દલીલો કરી હતી. સરકારી વકીલે 14 સાક્ષી તપાસ્યા હતા અને મેડિકલ પુરાવો રજૂ કર્યો હતો. બનાવ જાહેરમાં બનેલો અને આરોપીઓ હોમગાર્ડમાં ફરજ બજાવતા હોઇ કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે તે જોવાની ફરજ હોવા છતાં ફરજ ભૂલી ગંભીર ગુનો કર્યો હોઇ સજા કરવા વિનંતી કરી હતી. જેમાં કોર્ટે આરોપી કલ્પેશ ભીખાભાઇ રાઠોડ, ધર્મેશ વિઠ્ઠલભાઇ રાઠોડ અને ગીરીશ શંકરભાઇ રાઠોડને કલમ 324, 114ના ગુનામાં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ. 500 દંડનો હુકમ કર્યો છે. આ કેસના 4 આરોપી પૈકી એકનું અવસાન થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો