રાજ્યમાં હેરિટેજ કેટેગરીમાં આવતાં અને સંરક્ષિત જાહેર કરેલા લીમડાનાં માત્ર 3 વૃક્ષો છે. જે પૈકી 2 મહેસાણા જિલ્લામાં અને એક સુરેન્દ્રનગર જિલ્લામાં છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના લુણવા ગામના 24.35 મીટર ઊંચાઇ ધરાવતાં લીમડાને 1994માં કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે દેશનું સૌથી મોટું વૃક્ષ જાહેર કરી મહાવૃક્ષનું બિરુદ આપ્યું હતું.
વડનગરના જાસ્કા ગામના 250 વર્ષથી વધુ વયના લીમડાને સૌથી મોટા વૃક્ષનું બિરુદ અપાયું છે. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગ્રધા તાલુકાના ભેચડા ગામે 6.9 મીટર થડનો ઘેરાવો ધરાવતો લીમડો દેશમાં સૌથી મોટું થડ ધરાવે છે.
દેશમાં સૌથી ઊંચું મહાવૃક્ષ સ્થળ
સૌથી મોટા થડવાળો ધ્રાંગ્રધ્રા પંથકનો લીમડો...
250 વર્ષથી પણ વધુ વયનું લીમડાનું વૃક્ષ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.