નંદાસણ પોલીસે કડી તાલુકાના કરજીસણ ગામે રેડ કરી જુગાર રમતાં 3 શખ્સોને રૂ. 4,00,070ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે એક ફરાર શખ્સ સહિત 4 સામે ગુનો નોંધ્યો છે. કરજીસણ ગામનો ઠાકોર જીગ્નેશ ઊર્ફે જીગો બહારથી માણસો બોલાવી કરજીસણ ગામે હાડવી જતા રોડ પર ખરાબામાં જુગાર રમી રમાડતો હોવાની બાતમી મળતાં રેડ કરી હતી.
જેમાં જુગાર રમતાં જીગ્નેશ ઊર્ફે જીગો રાજુજી ઠાકોર (કરજીસણ), ટીનાજી ઉદુજી સોલંકી (ડાંગરવા) અને શ્રવણ સોમાભાઈ દંતાણી (અમદાવાદ) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે રમેશજી ઠાકોર (ગોલથરા) ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.14,570 રોકડા, રૂ.5,500ના બે મોબાઈલ, રૂ.3.80 લાખનાં 4 વાહનો મળી કુલ રૂ.4,00,070નો મુદ્દામાલ કબજે લઇ 4 જુગારી વિરુદ્ધ નંદાસણ પોલીસમાં ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.