જુગારી ઝડપાયા:ઝુલાસણથી 10,600 રોકડ સાથે 3 જુગારી ઝડપાયા

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંદાસણ પોલીસે રેલ્વે સ્ટેશન પાસે રેડ કરી, ત્રણેય જુગારી સામે જુગારધારા હેઠળ ફરિયાદ

નંદાસણ પોલીસે કડી તાલુકાના ઝુલાસણ ગામે રેડ કરી રૂપિયા 10 હજાર રોકડ સાથે ત્રણ જુગારી ઝડપ્યા હતા.નંદાસણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતીં કે કડી તાલુકાના ઝુલાસણના રેલવે સ્ટેશનની બાજુમાં ચંદનપુરા ઠાકોરવાસમાં લીમડીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.

જેથી નંદાસણ પોલીસે સ્થળ પર રેડ કરતાં જુગારરમતા સવધાનજી હેમાજી ઠાકોર, ભૂપતસિંગ નવલસિંગ ગોહિલ અને કાળુજી કડવાજી ઠાકોરન રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા રોકડ સહિત રૂ. 10,600નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ અંગે નંદાસણ પોલીસે ઝુલાસણના ત્રણેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...