નંદાસણ પોલીસે બુધવાર બપોરે બાતમીના આધારે તવક્કલ હોટલની પાછળ ચાલતાં વરલી મટકાના જુગારધામ પર રેડ કરી હતી. મોબાઇલ એપ દ્વારા જુગાર રમતાં 3 શખ્સોને રૂ.21 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર હાજર મળી આવેલ ન હોઇ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નંદાસણ પોલીસને બુધવારે તવક્કલ હોટલની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો મોબાઇલ એપથી વરલી-મટકાનો જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે બપોરે 12.15 કલાકની આસપાસ રેડ કરી ઇદરીશ ઇસ્માઇલભાઇ દિવાન (રહે.ધનાલી, તા.જોટાણા), રણછોડભાઇ મનુભાઇ બજાણીયા (રહે.સરસાવ, તા.કડી) અને ઇમરાન નુરમહંમદ કુરેશી (રહે.નંદાસણ, તા.કડી) ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11260 ની રોકડ અને રૂ.10 હજારના 2 મોબાઇલ મળી કુલ રૂ.21260નો મુદ્દામાલ જબ્બે લીધો હતો. જો કે, વરલી-મટકુ ચલાવનાર નાસીકભાઇ કાળુભાઇ સૈયદ હાજર મળી આવેલો ન હતો. નંદાસણ પોલીસે કુલ 4 સામે ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.