ફોર્મ ભરાયાં:વડસ્મા અને સતલાસણાના રાણપુર તાલુકા પંચાયત પેટાચૂંટણીમાં 3 ફોર્મ ભરાયાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાણપુર બેઠક માટે ગુરૂવારે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. - Divya Bhaskar
રાણપુર બેઠક માટે ગુરૂવારે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.
  • વડસ્મા સામાન્ય બેઠક માટે ભાજપના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા
  • ​​​​​​​મહેસાણા પાલિકાના વોર્ડ નં-11ની એક મહિલા બેઠકની ચૂંટણીમાં એકપણ ફોર્મ ન ભરાયું

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીઓમાં મહેસાણા તાલુકા પંચાયતની વડસ્માની સામાન્ય બેઠક ખાલી પડી હોઈ તેના માટે યોજાઇ રહેલ ચૂંટણીમાં ગુરુવાર સુધીમાં બે ફોર્મ ભરાયા હતા. બંને ફોર્મ ભાજપમાંથી ભરાયા હતા. ભરતસિંહ બબાજી ચાવડા અને નારણજી ગોપાલજી ચાવડા નામના બે ફોર્મ ભરાયા હતા.

જ્યારે સતલાસણાની રાણપુર બેઠક પર યોજાઇ રહેલ પેટા ચૂંટણીમાં ગુરુવારે શામજીભાઈ નાથુભાઈ ચૌધરી ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં હજૂ આગામી 18મી છેલ્લી તારીખ હોય હવે બે દિવસમાં ફોર્મ ભરાશે. મહેસાણા નગરપાલિકાના વોર્ડનં -11ની એક મહિલા બેઠકની ચૂંટણીમાં હજુ એક પણ ફોર્મ ભરાયુ નથી .જોકે હજી બે દિવસ બાકી હોય છેલ્લી ઘડીએ ફોર્મ ભરાશે તેવા રાજકીય સૂત્રોએ સંકેતો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...