ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં:જિલ્લામાં 3 ફૂડ સેફ્ટી વાનના ધામા, દેવ દિવાળીને લઈને ખાણીપીણીના સ્થળોએ જ પરીક્ષણ કરાયું

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેળસેળિયા તત્વો સામે તંત્રની લાલ આંખ
  • ખાદ્યપદાર્થોની સ્થળ પર ચકાસણી કર્યા બાદ તેનું પરિણામ સ્થળ પર જ આપવામાં આવશે

મહેસાણા જિલ્લામાં દેવ દિવાળીના તહેવારને લઈને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. હાલમાં મહેસાણા જિલ્લામાં કમિશનર ઓફ ફૂડ સેફટી દ્વારા 3 જેટલી ફૂડ સેફટીવાન જિલ્લામાં ખાદ્યચીજોના પરીક્ષણ સ્થળ જ પર કરી રહી છે. જિલ્લામાં બે દિવસ માટે 3 જેટલી ફૂડ સેફ્ટીવાને ધામા નાખ્યા છે, જેમાં રોજિંદા વપરાશમાં વપરાતાં દૂધ તથા તૈયાર નાસ્તાનું હવે આ વાન દ્વારા સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં તેલમાં તળવામાં આવેલો નાસ્તો તેમજ તેલનો ટીપીસી દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

આ પરીક્ષણ અંતર્ગત શંકાસ્પદ ખાદ્યચીજો જનતા વચ્ચે જતી અટકાવીને મોટાભાગના શંકાસ્પદ ભેળસેળ વાળા નમૂનાઓ જ લેવામાં આવશે, જેનાથી સારી ગુણવત્તાવાળી ખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા વેપારીને મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. કમિશ્નર ઓફ ફૂડ સેફટી દ્વારા મહેસાણા જિલ્લામાં બે દિવસ માટે 3 જેટલી ફૂડ સેફ્ટી વાન મુકવામાં આવી છે, જેથી હવે ખાદ્ય ચીજ વસ્તુઓની સ્થળ પર ચકાસણી કર્યા બાદ તેનું પરિણામ સ્થળ પર જ આપવામાં આવશે જેના દ્વારા ભેળસેળિયા તત્વોની દેવ દિવાળી બગડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...